ભારતમાં કોરોના સંક્રમણ ફેલાવાની શરૂઆત બાદ તમામ સિનેમાઘર અને મલ્ટીપ્લેક્સ બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે, બોલિવૂડની આવનારી તમામ મોટી ફિલ્મો હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. જેથી મોટા સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સને ભારે નુકશાન ભોગવવું પડી રહ્યું છે. હાલમાં, સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સએ સરકાર પાસે જરૂરી નિયમોનું પાલન કરીને ખોલવાની મંજૂરી માંગી રહ્યાં છે. થિયેટરમાં આવનાર દરેકને સુરક્ષિત વાતાવરણ મળે તેવી સગવડ ઉભી કરાશે અને કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે તેવો દાવો થિયેટર અને મલ્ટીપ્લેક્સ તરફથી કરવામાં આવ્યો છે.

સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સમાં આ નિયમોનું પાલન કરવામાં આવશે
- ટચલેસ ટિકિટ કાઉન્ટર બનાવવું
- હેન્ડ સેનિટાઈઝર, સેનિટાઈઝેશન મશીન ઉપલબ્ધ કરાવવું
- દરેક શો બાદ હોલને સેનિટાઈઝ કરવો
- ટેમ્પરેચર ચેક કરવાની મશીન રાખવી
- દરેકના ફોનમાં આરોગ્ય સેતૂ એપ હોવું અનિવાર્ય
- કેશલેસ પેમેન્ટની વ્યવસ્થા
- સોશિયલ ડિસ્ટન્સિંગ માટેના ફૂટ માર્કર
- એક સીટ છોડીને બેસવાની વ્યવસ્થા
- ટચલેસ ટોયલેટ
- રો વાઈઝ બહાર નીકળવાની વ્યવસ્થા
આ તમામ વ્યવસ્થા સાથે સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સના માલિકોએ સરકારને ખોલવા માટે અપીલ કરી છે. કાર્નિવલ સિનેમાએ જણાવ્યું છે કે, થિયેટરમાં આવનારા દરેક લોકો માટે માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે. તે ઉપરાંત, સ્ટાફ પણ સુરક્ષાનું ધ્યાન રાખીને સર્વિસ આપશે. ફૂડ ડિસ્પોઝલમાં અને અલ્ટ્રાવાયલેટ કેબિનેટમાં ડિસઈન્ફેક્ટ કરીને આપવામાં આવશે. થિયેટરમાં દરેક વસ્તુનું પેમેન્ટ કેશલેસ કરવાનું રહેશે. થિએટરના હોલમાં વધુ સાફ અને કુદરતી હવા જાય તેની સગવડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : સતત માસ્ક પહેરવાથી થઈ રહી હોય આ અસુવિધા, તો અપનાવો આ ટીપ્સ
થિયેટર ખોલવાનું મંજૂરી 15 ઓગસ્ટે મળે તેવી આશા સિનેમાના મલિક રાખી રહ્યા છે. શરૂઆતના મહિનામાં હોલિડેની ફિલ્મો બતાવવામાં આવશે અને સપ્ટેમ્બરમાં હિન્દી ફિલ્મો બતાવવાની શરૂઆત કરવામાં આવશે. એક પરિવારના લોકોને સાથે બેસવા દેવામાં આવશે નહીંતર એક-એક સીટ છોડીને બેસવું પડશે.
