ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ દિલ્હી ખાતે વડાપ્રધાનની મુલાકાતે ગયા હતા. જે અંગે ગુરુવારે મોદી રાત્રે કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. તેમના નિવાસ સ્થાને એક કલાક સુધી મીટીંગ ચાલી હતી.ચેમ્બર પ્રમુખના જણાવ્યા મુજબ કેન્દ્રીય મંત્રી ટેક્સટાઈલને લઈને પોઝીટીવ છે પણ યોજનાઓનો દૂરપયોગ પણ થઈ રહ્યો હોવાનો કેસ મંત્રાલય પાસે પડ્યા છે. સુરતને ટેક્સટાઈલ મશીનરી હબ તરફ આગળ લઈ જવા માટે પણ સૂચન કર્યુ હતું. મીટીંગમાં એકની એક રજૂઆતો કરવા સ્મૃતિ ઈરાનીએ ટકોર કરી છે.

સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, મંત્રાલય ટેક્સટાઈલ મોર્ડેનાઈઝેશન પર ફોકસ કરી રહ્યું છે. ટફના ઈશ્યુ મુદ્દે યોગ્ય કાર્યવાહીઓ થઈ રહી છે. આવનારા દિવસમાં ફરી સુરત આવવા તૈયારી બતાવી છે. એન્ટી ડમ્પિંગ ડ્યુટી મુદ્દે મંત્રી ઈરાનીએ જણાવ્યું કે, તમામ સેક્ટરને ધ્યાને લઈને નિર્ણય થાય તે યોગ્ય છે. પાવર ટેરીફના ઈશ્યુ અંગે તેમણે જણાવ્યું હતું કે, પાવર ટેરીફ સહિતના વિવિધ ઈશ્યુઓ અમારી પાસે છે. સ્ટેટ પોલિસીઓના કારણે હરિફાઈ થતી હોવાની પણ માહિતી છે. જેના માટે કેન્દ્રની ટેક્સટાઈલ પોલિસી થકી સરળતાં થાય તેવા પ્રયત્નો ચાલી રહ્યાં છે. શુક્રવારે ચેમ્બરના આગેવાનો વડાપ્રધાન મોદીને મળશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.