મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડેના અંતર્ગત વુમન અને ચાઈલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, માત્ર મહિલાઓ જ નહી પરંતુ પુરુષોને પણ માસિક અંગે શિક્ષણ આપવું જોઈએ. આજના દિવસે લાખો મહિલાઓ માટે જન ઔષધિ કેન્દ્રો પરથી સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. માસિક ધર્મ અંગે કોઈએ શરમ કરવા જેવું નથી.
યુનિયન મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલ વેલ્ફેરે પણ મેન્સ્ટ્રુએશન અંગે જાગૃતતા ફેલવવા અંગે ટ્વીટ કરી મહિલાઓમાં પીરિયડ્સ અંગે તેમના હેલ્થને લઈને જાગૃતતા ફેલાય તેવી આશા રાખીએ છે.
28 મેના રોજ દર વર્ષે માસિક ધર્મના હાઈજીનને લઈને જાગૃતતા ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. આપણા દેશમાં માસિક ધર્મને લઈને જે ટેબુઝ છે તેને દૂર કરવામાં મદદ કરે છે.
