સમગ્ર વિશ્વમાં કહેર ફેલાવી રહેલો કોરોના વાયરસ દરેક લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. હાલમાં ઘણા દેશો કોરોનાની વેક્સીન શોધવા મહેનત કરી રહ્યા છે પરંતુ, પૂર્ણતઃ સફળતા મળી નથી. પરંતુ, હાલમાં જે એન્ટિબોડીઝ કોરોના સામે લડે છે તે દેશના દરેક ચાર લોકોમાંથી એકમાં હોવા મળી રહી છે. આ જાણકારી રાષ્ટ્રીય કક્ષાની ખાનગી પ્રયોગશાળાના કોવિડ -19 પરીક્ષણોને આધારે બહાર આવી છે. આ અંગે મહારાષ્ટ્ર કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. શશાંક જોશીએ કહ્યું હતું કે, “ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં કેટલાક વિસ્તારોમાં ખૂબ જ સીરો-પોઝિટિવિટી દેખાઈ રહી છે. જેથી સ્પષ્ટ છે કે ભારતીયોની પ્રતિરક્ષા વધુ મજબૂત છે.”

શરીરમાં એન્ટિબોડીઝની હાજરીનો અર્થ એવો થાય છે કે, શરીરે કોરોના સામે પ્રતિરક્ષા મેળવી છે. આ પ્રતિરક્ષા કેટલા સમય માટે છે તેના વિશે નિષ્ણાતોનો અભિપ્રાય નથી. જ્યારે એન્ટિબોડીઝ થ્રેશોલ્ડ કરતા વધુ લોકોમાં જોવા મળે છે, ત્યારે તે કોરોના વાયરસ સામે ટોળાની પ્રતિરક્ષા વિકસાવી શકે છે. સોમવારના રોજ પૂણેમાં થયેલા રિસર્ચમાં કેટલાક વિસ્તારોમાં 50% થી વધુ સેરો-પોઝિટિવિટી નોંધાઈ હતી. તે ઉપરાંત, મુંબઈની ઝૂંપડપટ્ટીમાં પણ 57% સકારાત્મકતા જોવા મળી. તેમજ, દિલ્હીમાં પ્રથમ સેરો સર્વેમાં જણાવાયું છે કે, પરીક્ષણ કરાયેલા 23% લોકો સેરો પોઝિટિવ હતા. ત્યારબાદ કરવામાં આવેલા બીજા સેરો સર્વેના પરિણામો આ અઠવાડિયે સામે આવશે.
આ પણ વાંચો : કોરોનાના કારણે દેશની GDPને લાગી શકે છે આટલા ટકાનો ફટકો, ટોચના અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી શંકા
દેશભરમાં થાઇરોકેર લેબોરેટરી દ્વારા હાથ ધરાયેલા એન્ટિબોડી પરીક્ષણોએ દર્શાવ્યું હતું કે, સ્થાનિક સ્તરે ઉચ્ચ સ્તરની હકારાત્મકતા છે. લેબના મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું છે કે, ભારતમાં અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોના પરીક્ષણ કરવામાં આવ્યા છે. તેમાંથી, લગભગ 24% પાસે કોવિડ -19 ની એન્ટિબોડીઝ છે. દિલ્હીમાં આ આંકડો 29% હતો અને મહારાષ્ટ્રમાં 27% જયારે, થાણેનો દરેક ત્રીજો વ્યક્તિ સેરો પોઝિટિવ હતો. તે ઉપરાંત, નવી મુંબઈમાં દર 21% હતો.
