રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ(meteorological Department) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સુરતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો. સુરતમાં ભારે વરસાદને લઇ ખાડીઓમાં પૂરની સ્થતિ ઉભી થઇ હતી. જેને લઇ શહેરના લીંબાયત તેમજ પરવત પાટિયા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઇ પાલિકા દ્વારા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

ત્યારે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ બંગાળની ખાડીમાં આગામી 24 કલાકમાં ડેવલપ થનાર લો પ્રેશર સિસ્ટમથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બાદ 15 થી 17 ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાંચો : સુરતમાં ભારે વરસાદને લઇ ખાડીપૂરની સ્થતિ, સોસાયટીઓ થઇ પાણી પાણી
રસ્તાઓ નદી બન્યા

ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થયો છે. ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ડાંગમાં સતત વરસાદને પગલે ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અંબિકા નદી પર આવેલો કુમારબંધ કોઝ-વે પર પાણી ફરી વળ્યા છે. કોઝ-વે પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઇ છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને લઇ રસ્તાઓ નદી બની ગયા હતા. રાજ્યમાં ભારે વરસાદને લઇ વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.
આ પણ વાંચો : ગુજરાત સરકાર અહીંથી શીખે, આ રાજ્ય સરકારે તો કરી દીધી 25% ફી માફી
