ભારતમાં કોરોના વાયરસના શરૂઆતથી સરકારે ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે અનલોકના દાયકામાં સરકાર લાંબા સમય બાદ સ્પાઇસ જેટ (Spice Jet), ઈન્ડિગો (Indigo) ઉપરાંત અન્ય એરલાઇન્સ કંપનીઓને સપ્ટેમ્બરથી ફ્લાઇટ્સને શરુ કરવાની વાત કરી રહી છે. આ અગાઉ કેટલીક ફ્લાઇટ્સ અગાઉથી શરુ થઇ ગઈ છે.

જો આ સમયગાળામાં તમે હવાઈ મુસાફરી કરવા માંગતા હોવ તો ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડશે. તેમજ, ફ્લાઇટ્સમાં પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્લેનમાં સિટીંગ અરેજમેન્ટથી લઈને મુસાફરોને મળનારી અનેક સુવિધાઓમાં પણ મોટા પ્રમાણમાં પરિવર્તન કરવામાં આવ્યા છે. કોરોનકાળમાં ફ્લાઇટ્સમાં મુસાફરી કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખીને તમે સુરક્ષિત રહી શકો છો.
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ
હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક, અન્ય લોકોથી સોશિયલ ડિસ્ટન્સ અને સ્વછતાનું યોગ્ય ધ્યાન રાખો.

વિન્ડો સીટ પસંદ કરો
ફ્લાઇટ્સમાં મુસાફરી દરમિયાન વિન્ડો સીટ સૌથી વધુ સુરક્ષિત છે. કારણ કે, કારણ કે વિન્ડો સીટવાળા મુસાફરોએ વારંવાર પોતાની જગ્યાથી ઉભા થતા નથી. આ વિશે WHOના જણાવ્યા અનુસાર, હવાઈ મુસાફરીમાં વ્યક્તિની સીટની આગળ, પાછળ અને બાજુની સીટવાળા લોકોને સંક્રમિત થવાની શક્યતા સૌથી વધુ હોય છે. હાલની સંકટ પરિસ્થિતિમાં શરુ કરવામાં આવતી હવાઈ મુસાફરીના નિયમો એ પ્રકારે બનાવામાં આવ્યા છે કે, લોકો એક-બીજાના સંપર્કમાં ન આવે જેથી કોરોના સંક્રમણનો ખતરો ઓછો રહે.
આ પણ વાંચો : અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતની યાત્રા ન કરવા કર્યું સૂચન, કારણ છે ચોંકાવનારું
સીટ બેલ્ટને સ્પર્શ કરવાનું ટાળો
ફ્લાઇટ્સમાં મુસાફરી દરમિયાન, સીટ બેલ્ટ અને અન્ય વસ્તુઓને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે આ ચીજો પર દરેક લોકોના હાથ વારંવાર સ્પર્શતા હોય છે. તેમજ કોઈ કોરોના સંક્રમિતની ડ્રોપલેટ્સના લાગેલા હોય છે તેના દ્વારા સંક્રમિત થવાનું જોખમ વધી જાય છે.
મુસાફરી દરમિયાન સીટ ન બદલો
ફ્લાઇટ્સમાં મુસાફરી દરમિયાન પોતાની સીટ બદલવાથી બચવું જોઈએ. કારણ કે, વારંવાર સીટ બદલવી જોખમી હોય છે.
