રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. જેમાંથી અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર સૌથી વધુ છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ માહિતી આપતા જણાવ્યું કે, શહેરમાં સોમવારે સવારે 11 વાગ્યાની સ્થિતિ મુજબ કુલ 1854 એક્ટિવ કેસ છે. 43 લોકો વેન્ટિલેટર પર અને 1811ની હાલત સ્થિર છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 22, 837 ટેસ્ટ કરાયા છે. જ્યારે કુલ 211 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
તેમણે આગળ જણાવ્યું કે, શહેરમાં કોરોના સામે જંગ જીતનારા દરદીઓની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે. ત્યારે લોકડાઉન ખુલ્યા પછી સિનિયર સિટિજન તેમજ હાર્ટ, ડાયાબિટિસ કે અન્ય કોઈ ગંભીર બીમારી હોય તેવા લોકોએ ધ્યાન રાખવું પડશે. લોકો અત્યારથી જ તૈયાર રહે તે માટે સૂચનો કર્યા છે જેનું આગામી દિવસોમાં પાલન કરવું પડશે.

લૉકડાઉન ખુલ્યા બાદ આ વાતનું પાલન કરવું પડશે પાલન
જાહેરમાં માસ્ક પહેરવું
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના જણાવ્યું કે, આગામી અનેક મહિનાઓ સુધી આપણે નાક અને મોઢું ઢાંખવાને આપણી આદત બનાવવી પડશે. જે માટે જાહેરમાં માસ્ક પહેરતા શીખવું પડશે। ઘરે બનાવેલ માસ્ક પણ ચાલે। તેમજ માસ્ક ઉત્પાદનની પણ આપણી કરાઈ છે. અમદાવાદ તંત્ર બધા પ્રયાસો કરી રહ્યું છે
સેનિટાઇઝરની વ્યવસ્થા
દુકાનદારોએ દુકાનોમાં સેનિટાઇઝરની વ્યવસ્થા કરવાની રહેશે. માટે તેઓ અત્યારથી જ વ્યવસ્થા કરે તે ઇચ્છનીય છે. દુકાન કે સ્ટોરમાં કોઈ વ્યક્તિ સામાનને અળે પહેલા તેમને હાથ સેનિટાઇઝરથી સાફ કરવાનું કહેવાનું રહેશે. દુકાનદારોએ પણ વારેવારે હાથ ધોવા પડશે।
જાહેરમાં થુંકવા પર થશે કાર્યવાહી
તેઓએ જણાવ્યું કે, જાહેરમાં થૂંકવાની કુટેવને સંપૂર્ણ રીતે બંધ કરવી પડશે. લૉકડાઉન ખુલશે ત્યારબાદ ભારે દંડ વસૂલ કરવા માટે ટીમો ગોઠવવામાં આવશે. સાથે જ તેમણે લોકોને આ અંગે ચર્ચા અને વિચારણા કરવાનું કહ્યું છે. ટુ વ્હીલર-ફોર વ્હીલરમાં મુસાફરી
ટુ વ્હીલર-ફોર વ્હીલરમાં મુસાફરી
લૉકડાઉન ખુલ્યા બાદ ટુ-વ્હીલરમાં ફક્ત એક જ વ્યક્તિ અને કારમાં એક કે બે વ્યક્તિ મુસાફરી કરે તેમ જણાવવામાં આવ્યું છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે લૉકડાઉન ખુલે તે પહેલા જ લોકો જાગૃત બને તે જરૂરી છે.
