રાજ્યમાં કોરોનાના કેસ સતત વધતો જાય છે. કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે મેડિકલના વિદ્યાર્થીઓને તાલીમ અપાઇ રહી છે. રાજ્યમાં મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા કોરોનાના આંકાડાઓને છુપાવામાં આવી રહ્યા છે. ફક્ત આટલું જ નહિ કોરોના-કોરોનાની બૂમો વચ્ચે તંત્રે શહેરમાંથી મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ટાઇફોઇડને જ સાવ અદૃશ્ય કરી દીધા છે. હાલની ચોમાસાની ઋતુમાં પણ મચ્છરજન્ય કેસની વિગત મ્યુનિ. ચોપડે નજરે પડતો નથી. કારણ કે, આ રોગચાળાના આંકડાને છુપાવામાં આવી રહ્યા છે.

મ્યુનિ. હેલ્થ વિભાગ અગાઉ બે આંકડામાં મૃતકના નામ સાથેની યાદી જાહેર થતી હતી. પરંતુ, હવે ડાયાબિટીસ, બીપી, કિડની જેવા અન્ય રોગ ધરાવતા દર્દીનું કોરોનાના સંક્રમણથી મોત નીપજે તો પણ તેમના કેસને મૃત્યુની ગણતરીમાં લેતું નથી જેથી શહેરમાં કોરોનાનો મૃત્યુઆંક ખુબ ઓછો નોંધાઈ રહ્યો છે. આ અગાઉ પણ ઝિકા વાઇરસ જેવા અતિસંવેદનશીલ મુદ્દે અને સ્વાઇન ફલૂના રોગચાળામાં પણ અમદાવાદીઓને અંધારામાં જ રાખ્યા હતા. હાલમાં, મચ્છરજન્ય રોગમાં પણ આવું જ જોવા મળી રહ્યું છે.

હાલમાં ચાલતા ગંભીર મહામારીમાં પણ હેલ્થ વિભાગ ઇન્ચાર્જ વડાના હવાલે ચાલી રહ્યો છે. જેના કારણે છેલ્લા ચાર મહિનાથી મેલેરિયા, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગચાળા અને ઝાડા-ઊલટી, કોલેરા-કમળા જેવા પાણીજન્ય રોગચાળાની કોઇ સત્તાવાર માહિતી જ પ્રસિદ્ધ કરાતી નથી. આ અગાઉ દર સોમવારે રોગચાળાના આંકડા નિયમિત જાહેર કરાતા હતા, પરંતુ કોરોનાની આડમાં હેલ્થ વિભાગે આ માહિતી પણ આપવાનું બંધ કરી દેવાયું છે. આ અગાઉ 2019ના એપ્રિલ-મે-જૂન અને જુલાઇ આ ચાર મહિનામાં સાદા અને ઝેરી મેલેરિયાના કુલ 1969 કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે ગત તા.18 જુલાઇ, 2020ની સ્થિતિએ માંડ 56 જ કેસ છે, તેમાં ઝેરી મેલેરિયાનો તો એક પણ કેસ નથી. તે ઉપરાંત, 2019ના આ ચાર મહિનામાં ડેન્ગ્યુના કુલ 170 કેસ હતા. જે વર્ષે તા.18 જુલાઇ, 2020ની સુધી ફકત 57 કેસ જ નોંધાયા છે. ગત વર્ષના એપ્રિલ-મે-જૂન અને જુલાઇમાં ટાઇફોઇડના કુલ 2164 કેસ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે ગત ફક્ત 210 કેસ જ નોંધાય છે.
આ પણ વાંચો : સિવિલ હોસ્પિટલ બેદરકારી મુદ્દે ફરી ચર્ચામાં, 11 દિવસ અગાઉ મૃત્યુ પામેલ દર્દીની તબિયત કહી સ્થિર

કોરોના મહામારીના કારણે મ્યુનિ. અધિકારીઓએ તાવ, શરદી, ખાંસી જેવા સામાન્ય રોગની સારવાર માટે પહેલાં કોટ વિસ્તારમાં 40 ધન્વંતરિ રથ ફેરવ્યો હતો. ત્યારબાદ તેને ચોમાસાના કારણે સમગ્ર શહેરમાં 125 ધન્વંતરિ રથ ફરી રહ્યા છે. આ રથનો લગભગ 5.50 લાખ લોકોએ લાભ લીધો છે, જેમાં તાવના 25,000થી વધુ અને શરદી-ઉધરસના એક લાખથી વધુ દર્દી હતા. આ વચ્ચે અર્બન હેલ્થ સેન્ટર પર ઘણા દર્દીઓ સારવાર લેવા દર્દીઓ ઊમટી રહ્યા છે. પરંતુ, તેમની યોગ્ય નોંધણી થતી ન હોવાથી સાચા આંકડાઓ સામે આવી રહ્યા નથી.જયારે, મેલેરિયા, ડેન્ગ્યુ અને ટાઇફોઇડ જેવા રોગની પણ સાચી હકીકત જાણવા મળતી નથી.
