દેશની સરકારી ટેલિકોમ કંપની BSNL તથા MTNLની સતત ખરાબ થતી પરિસ્થિતિ વચ્ચે સરકારે હવે તમામ કેન્દ્રીય મંત્રાલયો, જાહેર સાહસો તેમજ તેની સાથે જોડાયેલી તમામ કચેરીઓ માટે BSNL અથવા MTNLની સેવા લેવાનું ફરજીયાત બનાવી દીધું છે. આ આદેશ તા.12નાં રોજ આપવામાં આવ્યો છે. તેમજ કેન્દ્રીય કેબીનેટના નિર્ણયની જાણકારી આપી છે.

BSNLની મોબાઈલ, લેન્ડલાઈન, લીઝલાઈન, ઇન્ટરનેટ તથા બ્રોડબેન્ડ સહિતની સેવાઓ ફરજીયાત લેવી પડશે. જેમાં, કેન્દ્ર સરકારના વીડિયો કોન્ફરન્સ તેમજ અન્ય ડીજીટલ કામ આ લાઈન મારફત કરવાના રહેશે. પરંતુ તેમાં કોઇ ખાનગી કંપનીઓને જોડી શકાશે નહીં. છેલ્લા ઘણા સમયથી સતત નુકશાનમાં જતી હોવાથી આ નિર્ણય લેવામાંઆવ્યો છે.
ગુજરાતમાં BSNLની લેન્ડલાઈન અને બ્રોડબેન્ડના યુઝર સતત ઘટી રહ્યા છે. ટ્રાઈએ જાહેર કરેલા આંકડા અનુસાર, જુલાઈ મહિનામાં BSNLએ 6,499 બ્રોડબેન્ડ અને લેન્ડલાઈન ગ્રાહકો ગુમાવ્યા હતા. હાલમાં તેમની પાસે માત્ર 9,51,730 ગ્રાહકો જ રહ્યા છે. કોરોના અને બીજી તરફ VRS ના કારણે નિગમના ઘણા કર્મચારીઓએ નિવૃતિ લઇ લીધી છે. જેથી કંપનીની સ્થિતિ અત્યંત કથળી ગઇ છે.
આ પણ વાંચો : ઈઝરાયલમાં લોકડાઉન, કોઈ પણ વ્યક્તિ એક કિલોમીટરથી વધુની મુસાફરી નહિ કરી શકે
હાલમાં લોકો તેનાથી થાકીને બ્રોડબેન્ડ અને લેન્ડલાઈન કનેકશન દૂર કરાવી રહ્યા છે. જેથી ખાનગી કંપનીઓના કનેકશનમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં રિલાયન્સ જિઓ મોખરે છે. પરંતુ, હાલમાં યુઝર મામલે BSNL પ્રથમ ક્રમે છે.
