ભારતમાં કોરોના વાયરસના ફેલાવાની શરૂઆતથી સરકારે જાહેરમાં તહેવાર કે ભેગા થવા પર મનાઈ કરી છે. હાલમાં સરકાર નિયમોના પાલનની સાથે છૂટછાટ આપી રહી છે. ભારતમાં આવનારી તહેવારોની સીઝનને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સાવધાની માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરી છે. આ નવી ગાઇડલાઇન અનુસાર જે વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોનની અંદર આવે છે ત્યાં તહેવારનું આયોજન નહીં કરવામાં આવે. આ સિવાય પૂજા, મેળા, રેલીઓ, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખાસ નિર્દેશ આપવામાં આવ્યા છે.
- ફિઝિકલ ડિસ્ટન્સિંગ માટે જમીન પર નિશાન લગાવવાના રહેશે
- દરેક લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવાનું રહેશે
- આયોજકોને સેનેટાઇઝર અને થર્મલ ગનની ઉપલબ્ધતાની રાખવી પડશે
- કાર્યક્રમની જગ્યાએ CCTV કેમેરાની અનિવાર્યતા હશે લગાવાશે
મૂર્તિયોને અડકવાની મનાઈ
- ફિઝિકલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક અનિવાર્ય
- ધાર્મિક રેલીઓમાં રૂટ પ્લાનિંગ કરવાનું રહેશે
- મૂર્તિ વિસર્જનની જગ્યાઓ પહેલાથી નિર્ધારિત કરાશે, જેમાં સંખ્યા માર્યાદિત હશે
- ધાર્મિક સ્થાનો-પંડાલમાં મૂર્તિયોને અડકવાની મનાઈ
- સામૂહિક ગીતો વગાડવા પર મનાઈ
આ પણ વાંચો : RBIની 9 ઓક્ટોબરે થનારી જાહેરાત પર ઉદ્યોગ જગતની નજર
રેકૉર્ડેડ ધાર્મિક સંગીત વગાડવાની અપાઈ પરિમિશન
- કાર્યક્રમમાં રેકૉર્ડેડ ધાર્મિક સંગીત વગાડવામાં આવશે
- કૉમ્યૂનિટી કિચન, લંગરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન
- કૉમ્યૂનિટી કિચનમાં સાફ-સફાઈનું સંપૂર્ણ ધ્યાન રખાશે
- કાર્યક્રમમાં વધારે લોકોએ ભેગું ન થવા નિર્દેશ
