હાલ દેશમાં 31 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. માર્ચથી ચાલતા આ લોકડાઉનમાં લોકો ઘરમાં બંધ થઇ ગયા છે. અને કામો પણ બંધ થઇ ગયા છે. જો કે 18મે થી શરુ થયેલ લોકડાઉનમાં સરકારની ગાઇડલાઇન મુજબ છૂટછાટ આપવામાં આવી છે. આ બધા વચ્ચે લોકડાઉનમાં લોકોના મનોરંજન માટે લોકોની લોકપ્રિય ટીવી સિરિયલ મહાભારત શરુ કરવામાં આવી છે. મહાભારતમાં દ્રૌપદીના રોલ અંગે પ્રેક્ષકોમાં હંમેશાં આતુરતા જોવા મળતી હોય છે. પરંતુ ઘણી વાર બનેલી મહાભારતમાં કઈ કઈ અભિનેત્રીઓએ દ્રોપદીનું પાત્ર નિભાવ્યું છે. કુલ 6 અભિનેત્રીઓએ દ્રૌપદીનો પાત્ર ભજવ્યું છે.
પૂજા શર્મા

2013માં સ્ટાર પ્લસ પર આવેલી સિરિયલમાં તેમજ હાલમાં પણ લોકડાઉનના કારણે દર્શકો માટે શરુ કરવામાં આવી છે જેમાં દ્રૌપદીના રૂપોમાંપૂજા શર્મા જોવા મળી હતી તેના અભિનયની પ્રશંસા થઈ હતી.
અનિતા હસનંદાની

2008માં એકતા કપૂરની કહાનીયાં હમારે મહાભારત કીમાં અનિતા હસનંદાનીએ રૂપમાં મોર્ડન લુકમાં દ્રોપદી બની હતી.
મૃણાલ કુલકર્ણી

2001માં પ્રસારિત સિરિયલ દ્રોપદીમાં એક્ટર મૃણાલ કુલકર્ણીએ દ્રોપદીના રોલમાં જોવા મળી હતી.
અશ્વિની કાલસેકર

1997માં આવેલ એક ઔર મહાભારત નામની સિરિયલમાં અશ્વિની કાલસેકરએ દ્રોપદીનું પાત્ર નિભાવ્યું હતું. પરંતુ દર્શકોને ખુશ કરવામાં નાકામ રહી હતી
ફાલ્ગુની પરીખ

1993માં શ્રીકૃષ્ણા સિરિયલમાં દ્રૌપદીના રોલમાં ફાલ્ગુની પરીખને પ્રેક્ષકોએ આવકારી હતી.
રૂપા ગાંગુલી

1988માં પહેલી વાર બનેલ મહાભારતમાં રૂપા ગાંગુલીએ દ્રૌપદીનો રોલ નિભાવ્યો હતો. તે ઘણી સફળ રહી હતી.
આ પણ વાંચો : લોકડાઉન-4 : ગુજરાતમાં શાળા ખોલવાની મંજૂરી, પરંતુ માત્ર આ કામ માટે
