હાલમાં કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. ઘણા દેશો કોરોનાને હરાવવા માટે વેક્સીનની શોધ કરી રહ્યા છે પરંતુ, તેમાં પૂર્ણતઃ સફળતા મળી નથી. જેથી ડોક્ટરો કોરોનાથી બચવા માટે ઈમ્યુનીટી સિસ્ટમ મજબુત રાખવાની સલાહ આપી રહ્યાં છે. કારણ કે, નબળી ઈમ્યુનિટી સિસ્ટમ ધરાવતા લોકોને કોરોના વાયરસનું જોખમ વધારે હોય છે. આપણા શરીરમાં ઈમ્યુનિટી ટોક્સિન્સ સામે લડવાની ક્ષમતા રાખે છે. મજબૂત ઈમ્યૂનિટી માત્ર શરદી અને ઉધરસથી જ નહિ પરંતુ, હેપૈટાઈટીસ, ફેફસાનું ઈન્ફેક્શન, કિડની ઈન્ફેક્શન વગેરે જેવી બીમારીથી પણ બચાવે છે.

શરીરની ઈમ્યુન સિસ્ટમ નબળી હોવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે, સિગરેટ કે દારૂ પીવાની આદત, નીંદર ના લાવવાની, ખરાબ ખાન પાનથી પણ ઈમ્યુન સિસ્ટમ નબળી પાડે છે. જો શરીરમાં આ 6 લક્ષણો દેખાય તો તમારી રોગપ્રતિકાર શક્તિ નબળી હોઈ શકે છે.
વારંવાર થાક અનુભવવો
હંમેશા થાક અને સુસ્તીનો અનુભવ થવોએ ઈમ્યૂનિટી નબળી હોવાનું લક્ષણ છે. જેમાં, નિંદર પુરી ન થવા ઉપર, તણાવ, એનીમિયા કે ક્રોનિક ફેટીંગ સિંડ્રોમ. જો તમને પૂરતી ઊંઘ લીધા બાદ પણ થાકને અનુભવો છો તો તમારી રોગપ્રતિકાર શક્તિ નબળી હોઈ શકે છે.

વારંવાર બીમારીનો ભોગ બનવું
જો તમે કોઈ પણ ઋતુમાં વારંવાર બીમાર પડો છો, શરદીની તકલીફ રહે છે, ઉધરસ, ગળુ ખરાબ થવું કે સ્કિન રૈશેજ જેવી સમસ્યા રહેતી હોય તો તમારી ઈમ્યુન સિસ્ટમ નબળી હોઈ શકે છે.
લાંબા સમય સુધી ઇજાના નિશાન દૂર ન થવા
ઈજામાં થયેલા નિશાનો દરમયાન સ્કિન ઉપર સુકી પપડી બને છે. જે લોહીને શરીરથી બહાર નીકળવાથી રોકે છે. જો તમારી ઈજાના નિશાન ઝડપથી નથી ભરાતા તો તમારી ઈમ્યુન સિસ્ટમ નબળી હોય છે.

વિટામીન ડીની ઉણપ
શરીરમાં વિટામીન ડીની ઉણપ ઘણા લોકોમાં હોય છે. જો તમારા બ્લડ રિપોર્ટમાં વિટામીન ડીની ઉણપ હોય તો તેને વધારવાની કોશિશ કરાવી જોઈએ. તે ઉપરાંત, સતત થાક, આળસ કે નિંદર ન આવવી, ડિપ્રેશન અને ડાર્ક સર્કલ પણ નબળી રોગપ્રતિકારક શક્તિની નિશાની છે.
આ પણ વાંચો : કોરોનાની દેશી વેક્સીનને લઇ આવ્યા સારા સમાચાર, સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું આટલા સમયમાં મળી જશે
પાચનની સમસ્યા
આંતરડામાં હાજર બેક્ટેરીયા ઈમ્યુન સિસ્ટમ ઉપર સીધો પ્રભાવ પાડે છે. જો તમને વારંવાર અલ્સર, ગેસ, સોઝો કે કબજીયાતની ફરિયાદ રહેતી હોય આ સંકેત બતાવી રહ્યા છે કે, તમારી ઈમ્યુન સિસ્ટમ નબળી છે.
