દુનિયાભરમાં કોરોના(Corona)થી સંક્રમિત દર્દીઓનો આંકડો 1 કરોડ પાર પહોંચી ગયો છે ત્યારે 5 લાખથી વધુ લોકોના મોત થયા છે. ભારત(India)ની વાત કરીએ તો ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 5.28 લાખથી વધુ છે. ત્યારે કોરોનાના નવા લક્ષણો(New corona Symptoms) સામે આવ્યા છે.
આ છે કોરોનાના લક્ષણો
- તાવ આવવો
- શ્વાસ લેવામાં તકલીફ પડવી
- ઉધરસ આવવી
- થાક જેવા શારીરિક ફેરફાર
- શરીરમાં દુખાવો રહેવો
- સ્વાદ નથી અનુભવાતો
- ગળામાં દુખાવો
- વધુ ઠંડી લાગવી
- કફની ફરિયાદ
આ લક્ષણ દેખાતા દર્દીઓને તાત્કાલિત કોરોનાની તપાસ કરાવવા સલાહ આપવામાં આવી છે. ત્યારે અમુક દર્દીઓમાં તો કોરોનાના લક્ષણો દેખાતા જ નથી. આ બધા વચ્ચે અમેરિકાની એક મેડિકલ સંસ્થાએ આરોગ્ય વિભાગની ચિંતા વધારે છે.
કોરોનાના નવા ત્રણ લક્ષણ

અમેરિકાની મેડિકલ સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શને કોરોનાના ત્રણ નવા લક્ષણ જણાવ્યા છે જે ચોમાસામાં ભારત માટે હંમેશાથી ચિંતાનો વિષય રહ્યા છે.
નાકમાંથી પાણી વહેવું
CDC મુજબ, પહેલા નાક વહેવાને કોરોનાના લક્ષણોમાં સામેલ ન હોતો, પરંતુ હાલમાં દર્દીઓના લક્ષણોથી જાણવા મળ્યું છે કે જો કોઈને નાક વહેવાની સાથે બેચેનીની ફરિયાદ છે તો પણ કોરોના સંક્રમિત હોઈ શકે છે. ભલે તેને તાવ ન આવ્યો હોય.
ઉબકા આવવા
CDCના જણાવ્યું મુજબ, જો કોઈને અસામાન્ય રીતે વારંવાર ઉબકા આવી રહ્યા છે તો તે ખતરનાક હોઈ શકે છે. આવા વ્યક્તિને તાત્કાલિક આઇસોલેટ કરી દેવા જોઈએ અને કોરોનાની તપાસ કરાવો. ચોમાસાના બદલતા હવામાનથી અનેક લોકોને ઉબકા આવવા સામાન્ય વાત રહી છે પરંતુ કોરોના મહામારના આ સમયમાં તેને સામાન્ય માની ન શકાય.
ડાયરિયા થવા

ડૉક્ટરોએ પહેલા પણ આ વાતની જાણકારી આપી હતી કે કોરોના સંક્રમિત દર્દીઓમાં ડાયરિયા જેવા કે તેનાથી મળતા લક્ષણ હોય છે. તાજેતરની શોધમાં જાણવા મળ્યું છે કે જો કોઈ વ્યક્તિને ડાયરિયાની પણ ફરિયાદ છે તો તે કોરોના સંક્રમિત હોઈ શકે છે.
સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન મુજબ કોરોનાના લક્ષણો ઉપરાંત નાકમાંથી પાણી વહેવું, ઉબકા આવવા અને ડાયરિયા પણ કોરોનાના લક્ષણ હોઈ શકે છે. આવા લક્ષણ દેખાતા તેને સામાન્ય બીમારી ન સમજતાં પરંતુ કોરોનાની તપાસ કરાવો.
આ પણ વાંચો : કોરોનાના વધત સંક્રમણ વચ્ચે બાળકોમાં માટે આવી એક સારી ખબર
