સામાન્ય લોકોને ને ત્યાં ફ્રિજ નહિ હોવાને કારણે અથવા તો કોઈ વખત પાવર નહિ હોવાની ફ્રીઝ બંધ રહે છે. ત્યારે દૂધ બગડી જવાની સમસ્યા ઉભી થાય છે. આખો બહાર રહેવાને કારણે પણ દૂધ બગડી જાય છે. તેમજ વધુ પડતી ગરમીના કારણે પણ દૂધ બગડી જવાની સમસ્યા ઉદ્ભવે છે. આ સમસ્યા વધારે ગરમીના સીઝનમાં હોય છે. ત્યારે આ સમસ્યાને દૂર કરવા ગુજરાતની અગ્રણી સહકારી ડેરી બનાસ ડેરીએ અમુલ મોતી નામનું દૂધ લોન્ચ કર્યું છે. જેમાં ડેરીએ દાવો કર્યો છે કે આ દૂધ 90 કલાક સુધી ફ્રિજમાં રાખ્યા વગર નહિ બગડે. ત્રણ માસ પછી પણ તેનો પાઉચમાંથી કાઢી ઉપયોગ કરી શકાય છે.
ફ્રીજમા રાખ્યા વગર પણ નહિ બગડે દૂધ

બનાસ ડેરીના દાવા મુજબ, આ દૂધ ફ્રિજમાં રાખ્યા વગર પણ નહિ બગડે. સંશોધકોએ દૂધ નહિ બગડે માટે એક પાઉચ બનાવ્યું છે. જે દૂધને બગડવા નહીં દે. આ અમુલ મોતી દૂધ દ્વારા લોકોની દૂધ નહિ બગાડવાની સમસ્યા દૂર થઇ જશે. અને જેમના ઘરમા ફ્રીઝ નથી તેઓએ પણ ચિંતા કરવાની જરૂરત નથી. તેમજ આ દૂધ પ્રવાસે જનારા લોકો પણ પોતાની સાથે લઇ જકશે જેથી નાના છોકરા માટે દૂધ પૂરતું મળી રહે. એ જ રીતે પર્વતીય અને દુર્ગમય વિસ્તારોમાં સૈન્ય અને લોકો પણ આ દૂધ કામ આવશે
શું છે કિંમત ?
આ દૂધના 500 મિલિ પાઉચની કિંમત 20 રૂપિયા છે અને 200 મિલિ પાઉચની કિંમત 9 રૂપિયા હશે. હાલ આ દૂધ જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને છત્તીસગઢમાં લોન્ચ કરાયું છે.
આ પણ વાંચો : શા માટે કોરોનાથી સાજા થયા બાદ દર્દીઓ પાછા હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે ?
