થોડાજ સમય અગાઉ ફેસબુક સાથે થયેલી 43,574 કરોડ રૂપિયાની ડીલની જાહેરાતના થોડા દિવસ પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોમવારે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ખાનગી ઇક્વિટી ફર્મ સિલ્વર લેક જિયો પ્લેટફોર્મમાં 1.15% ભાગીદારી, રૂ. 5,655.75 કરોડમાં ખરીદશે. આ રોકાણ Jio પ્લેટફૉર્મની 4.90 લાખ કરોડ રૂપિયાની વેલ્યૂ પર થશે અને ઇન્ટરપ્રાઇસીસ વેલ્યૂ હવે 5.15 લાખ કરોડ રૂપિયા થઈ જશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ રોકાણ Jio પ્લેટફૉર્મ્સ પર 4.90 લાખ કરોડ રૂપિયાના ઇક્વિટી મૂલ્ય પર થઈ છે. તેમજ ઇન્ટરપ્રાઇસીસ વેલ્યૂ હવે 5.15 લાખ કરોડ રૂપિયા છે. આ ડીલ ફેસબુકના સોદાની સરખામણીમાં 12.5 ટકા પ્રીમિયમ પર થઈ છે.
આ પણ વાંચો : લોકડાઉનના સમયને બિનજરૂરી કાર્યમાં ન કરો ખર્ચ, આ કાર્ય કરી ડેવલોપ કરો પર્સનાલીટી
સિલ્વર લેકના સહ-સીઈઓ અને મેનેજિંગ પાર્ટનર એગૉન ડરબને ડીલ પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, jio દુનિયાની સૌથી ઉત્તમ કંપનીમાંની એક છે. તેને મજબૂત મેનેજમેન્ટ અને કુશળ ટીમ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ કંપનીએ મોટા પ્રમાણમાં ગ્રાહકો અને નાના વેપારીઓને ઓછા ખર્ચે ડિજિટલ સેવા આપી છે.

વર્ષ 2016 માં જિયોના લૉન્ચિંગ બાદ રિલાયન્સ દેશની એકમાત્ર એવી કંપની છે જે ભારતમાં બજારમાં હાજર અમેરિકન ટેક્નોલોજી જૂથો સાથે સ્પર્ધા કરવા માટે સક્ષમ છે. રિલાયન્સે મૉબાઇલ ટેલીકૉમથી લઈને હોમ બ્રૉડબેન્ડ દરેક વસ્તુમાં ઈ-કૉમર્સનો વિસ્તાર કર્યો છે.
