ભારતમાં કોરોનાના (corona virus) કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે, લોકોએ કોરોના સામે રક્ષણ મેળવવું ઉતરાવેલા વીમાનું (insurance) ક્લેઈમ મેળવવા માટે જાહેર કરવામાં આવેલી ગર્વમેન્ટ માન્ય સીઆરપી રિપોર્ટની શરત ચિંતારૂપ બની છે. જેમાં, ગર્વમેન્ટ હોસ્પિટલમાંથી (government hospital) જે સીઆરપી રિપોર્ટ આપવામાં આવે છે તેમાં કોરોના પોઝીટીવ સ્પષ્ટ લખવાના સ્થાન પર ટકાવારીમાં તેની અસર દર્શાવતા વીમાનું ક્લેઈમ મેળવવા મુશ્કેલી થઈ શકે છે. હાલમાં, સુરતમાં વધતા જતા કેસને ધ્યાનમાં લઈને રોજના 2000થી વધુ લોકો કોરોનાની સારવારના ખર્ચને પહોંચી વાળવા વીમો લઇ રહ્યા છે.

સુરતમાં નોકરી-ધંધાના નિયમોના ઘણા બદલાવ કર્યા છે અને ઘણા ઉદ્યોગો સ્વૈચ્છિક બંધ છે તેમ છતાં સુરતમાં રોજિંદા 250 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિમાં કોરોના સામે રક્ષણ આપવા વીમા કંપનીઓ રૂ.500 થી લઈને રૂ.2000 સુધીના પ્રિમિયમવાળા 3.5 થી 9.5 મહિનાના સમય સુધીના વીમા આપવામાં આવી રહ્યા છે. આ વીમા ઓછા પ્રીમિયમ ધરાવતા હોવાથી શહેરમાં લેનારની સંખ્યામાં વધારો નોંધાયો છે. પરંતુ, કોરોનાથી રક્ષણ આપતા વીમાના ક્લેઈમની અનિવાર્ય શરત છે કે, કોરોનાની તપાસ માટે કરવામાં આવતાં સીઆરપી રિપોર્ટમાં કોરોના પોઝિટીવ સ્પષ્ટ ઈન્ડીકેટ કરવામાં આવ્યું હોવું જોઈએ. હાલમાં, કોરોનાની તપાસ માટે ઘણી લેબોરેટરીઓને પરવાનગી મળી છે. ત્યાંથી આપવામાં આવતા રિપોર્ટમાં કોરોના પોઝિટિવ સ્પષ્ટ લખવામાં આવે છે. પરંતુ, ગર્વમેન્ટ હોસ્પિટલના રિપોર્ટમાં કોરોના પોઝિટીવ લખવાને બદલે ટકાવારીમાં તેની અસર દર્શાવતો રિપોર્ટ આપવામાં આવે છે. જેના કારણે વીમાની રકમ ક્લેઈમ કરવામાં મુશ્કેલી સર્જાય છે.
આ પણ વાંચો : સાર્વજનિક બેંકના કર્મચારીઓને સરકાર તરફથી આપવામાં આવ્યું કોરોનાનું બોનસ
આ અંગે સુરતના વેલ્થ ગુરૂ જીગ્નેશ માધવાણી માહિતી આપતા જણાવે છે કે, હાલ ગર્વમેન્ટ તરફથી મળતા કોરોનાના રિપોર્ટમાં ટકાવારી દર્શાવામા આવે છે. પરંતુ, ક્લેઈમ મેળવવા સીઆરપી રિપોર્ટમાં કોરોના ડિટેક્ટ થયેલું મેન્શન હોવું આવશ્યક છે. હાલ નવી શરત સાથે પોલીસી આવવાને 10 દિવસ થયા છે. પોલીસી ઉતરાવનારને 15 દિવસનો વેઈટીંગ પિરીયડ હોઈ છે. સુરતમાં રોજના 2000થી વધુ લોકો કોરોના સામે રક્ષણ આપતી પોલિસી ઉતારી રહ્યા છે. આ સ્થિતિમાં જો ગર્વમેન્ટ માન્ય લેબોરેટરી કે હોસ્પિટલમાંથી કરવામાં આવતા રિપોર્ટમાં સ્પષ્ટ કોરોના પોઝિટીવ ડિટેક્ટ થયેલું દર્શાવામાં આવશે તો વીમાધારકને ક્લેઈમ મળી શકે છે.
