હાલના મહામારીના સમયમાં શરીરને સ્વસ્થ રાખવું ઘણું જરૂરી બની ગયું છે. તે માટે લોકો વિવિધ કાઢા અને દવાઓ ખઈ રહ્યા છે, જેથી શરીરની ઈમ્યુનિટી સિસ્ટમ સારી રહે. જો તમારી ઈમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ હશે તો તમે કોરોનાનો સામનો કરી શકશો. ઘણા લોકોના શરીરમાં લોહી અને હીમોગ્લોબીન ઓછું હોવાની સમસ્યા હોય છે. ખાસ કરીને મહિલાઓમાં હીમોગ્લોબીન ઓછું હોવાની સમસ્યા જોવા મળે છે. તો ચાલો આજે શરીરમાં લોહીને શુદ્ધ કરવાના અને હીમોગ્લોબીનની માત્રા વધારવામાં મદદકારક નીવડે તેવા કેટલાક ફૂડ.
બીટઃ

બીટના ફાયદા દરેક જાણે છે. શરીરમાં હીમોગ્લોબીનની માત્રા વધારવા માટે ઘણું મદદરૂપ છે. તમે બીટના જ્યુસમાં લીંબુનો રસ નાખીને પી શકો છો. તેનાથી શરીરમાં લોહીની માત્રા વધશે અને ઈમ્યુનિટીને બુસ્ટ મળશે.
દાડમઃ

દાડમ પણ શરીર માટે ફાયદાકારક છે. પેટની સમસ્યાથી લઈને શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા સુધીના પ્રશ્નોમાં તે કારાગાર નીવડે છે.
ગાજરઃ

ગાજરમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. જે શરીર માટે ઘણું ગુણકારી છે. તમે વહેલી સવારે ઉઠીને બીટ, ગાજર, લીંબુનો રસ અને આદુ નાખીને તેનો જ્યુસ પી શકો છો. આ જ્યુસ હીમોગ્લોબીનની માત્રા વધારવામાં મદદ કરે છે.
ટામેટાઃ
ટામેટા તમારા શરીરની સાથે ત્વચા માટે પણ લાભદાયક છે. ટામેટા હીમોગ્લોબીન વધારવાની સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. આ સિવાય સંતરા કે નારંગી ખાવાથી પણ શરીરનું લોહી શુદ્ધ થાય છે.

