ભારતમાં કોરોના સંક્રમણ રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ કોરોના મહામારીના ઓનલાઇન વર્ચ્યુઅલ સેક્સનો વેપલો ધમધમી રહ્યો છે. વર્ચ્યુઅલ સેક્સના બહાને સોશિયલ નેટવર્ક પર સક્રીય થયેલી ગેંગ નાણાં પડાવવા યુવાનોને ટાર્ગેટ કરે છે. જેમાં, ઓનલાઇન વર્ચ્યુઅલ સેક્સના બહાને ખાનગી કોલેજના વિદ્યાર્થી, ટયૂશન ક્લાસ સંચાલક અને ખાનગી કંપનીમા ઉચ્ચ હોદ્દા પર કામ કરતી મહિલા સાથે અન્ય સાતેક લોકો બ્લેકમેલનો ભોગ બન્યાં છે. જેમાં, તેમણે સોશિયલ મીડિયા પર સેક્સ વર્કર્સ સાથે કરેલી ચેટને વાયરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવ્યા હતા.

લોકોને ઠગવા માટે અને બ્લેકમેલ કરવા તેઓ વર્ચ્યુઅલ સેક્સની તકનીક નો ઉપયોગ કરે છે. જેમાં, વિદેશની એક ન્યૂડ મોડલે વીડિયો કોલથી વાતચીત દરમિયાન ખાનગી કોલેજના વિદ્યાર્થીનું રેકોર્ડિંગ કર્યું અને ત્યારબાદ તેની પાસેથી1 હજાર USDની ખંડણી માંગી હતી. બીજા કિસ્સામાં વર્ચ્યુઅલ સેક્સના બહાને ટયૂશન ક્લાસના સંચાલક સાથે અજાણી યુવતીએ વીડિયો કોલથી વાત કરી હતી. ત્યારબાદ એડિટ કરીને તેના ન્યૂડ ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકીઓ અપાઈ હતી. આ ધમકીથી ડરીને યુવકે 25 હજાર ગુમાવ્યાં હતાં.
ત્રીજો કિસ્સોમાં ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતી પરણિત મહિલાએ ફેસબુક પર એક યુવતીને ફ્રેન્ડ બનાવી હતી. તેનો એક દિવસે રાતે 12.30 વાગે મેસેન્જર પરથી વીડિયો કોલ આવ્યો. આ વીડિયો કોલમાં ન્યૂડ યુવાનને જોઈ પરીણિતા ગભરાઈ ગઈ. આ વાતને છુપાવવા તેને 10,000 રૂપિયા આપ્યા ત્યારબાદ પણ તેને બદનામ કરવાની ધમકી મળતી હતી.

ચોથા કિસ્સામાં એક યુવાને સેક્સ વર્કર્સની વેબસાઇડની વિઝીટ કરી ચેટમાં તેનો નંબર લખ્યો હતો. થોડાક જ સમયમાં તેના મોબાઈલ નંબર પર પાંચથી વધુ મોડલના ફોટા ફોરવર્ડ થયાં હતાં. જેમાં કોઈ એકને પસંદ કરવાનું જણાવ્યું યુવાને તેમ ન કરતા તેને ધમકીઓ મળવા લાગી. આ યુવાને ડરના કારણે રૂપિયા 10,000 ગુમાવી આમાંથી છૂટકારો મેળવ્યો હતો.
આ પણ વાંચો : લોકડાઉનમાં આટલા ટકા ભારતીયો Depressionનો બન્યા શિકાર, સર્વેમાં થયો ખુલાસો
આ અંગે વિશ્વની સૌથી મોટી એક પોર્ન વેબસાઇટે દાવો કરતા કહ્યું છે કે, 25 માર્ચથી 4 મેના સમયગાળા દરમિયાન ભારતનો ટ્રાફિક 95 % વધ્યો હતો. તે ઉપરાંત, એક લગ્નેતર ડેટિંગ સંસ્થા અનુસાર, લોકડાઉનમાં 70 % રજિસ્ટ્રેશન ભારતીયોનું હતું. સાયબર એક્સપર્ટ અનુસાર, લોકડાઉનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલ સેક્સના એકાઉન્ટમાં 150 %નો ભારે વધારો નોંધાયો છે. .
આ બાબતોનું રાખો ધ્યાન
આ પ્રકારની ઓનલાઇન સેક્સની ઘણી ફરિયાદો સામે આવી રહી છે. લોકો બદનામીના દરના કારણે ફરિયાદ નોંધવવા તૈયાર થતાં નથી. પરંતુ, ભોગ બનનારને ડરવાની જરૂર નથી, તેઓ પોલીસ ફરિયાદ કરે, પોલીસ તેમના નામ ગુપ્ત રાખશે.
- ઓનલાઇન સેક્સને કઈ પણ સર્ચ એન્જિનમાં શોધવું નહીં.
- ડેટિંગ સાઇટ્સ કે સેક્સ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું નહીં.
- અજાણ્યા નંબરના વીડિયો કોલ પર વાત કરતાં પહેલાં ચકાસણી કરવી.
- પ્રત્યક્ષ ઓળખાણ હોય તેની જ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી.
