પાટીદારોનાં કુળદેવીમા ઉમિયાના ધામ ઊંઝામાં આવતી કાલથી લક્ષચંડી મહાયજ્ઞ યોજાશે. તેના માટે માનું તેડું આવતાં સેંકડો ભક્તો ઊંઝા પહોંચ્યા છે. જેને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ યજ્ઞના 5 દિવસ દરમિયાન 4 લાખથી વધુ NRI પાટીદારો ઊંઝા પહોંચશે. ઊંઝામાં 18 થી 22 ડિસેમ્બર દરમિયાન આ મહાયજ્ઞ યોજાશે. કાર્યક્રમમાં દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહીત ત્રણ રાજ્યોના મુખ્ય મંત્રી,બે રાજ્યોના રાજ્યપાલ,એક કેન્દ્ર સાશિત પ્રદેશના શાસનાધિકારી,બે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી,ઉપરાંત ભાજપ અને કાંગ્રેસના દિગ્જ નેતાઓ હાજરી આપવાના છે.

પ્રથમ દિવસે
કાર્યક્રમના પ્રથમ દિવસે એટલે કે 18 ડિસેમ્બરે ભાજપના કુલ આઠ નેતાઓ જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, સરકારના મંત્રીઓ આર સી ફળદુ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, જયેશ રાદડીયા સામેલ થશે.
બીજા દિવસે
તો બીજા કાર્યક્રમના બીજા દિવસે એટલે 19 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મંત્રીઓ કૌશીક પટેલ, સૌરભ પટેલ, પ્રદિપસિંહ જાડેજા હાજર રહશે.

ત્રીજા દિવસે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, દમણ દીવસંઘ પ્રશાસક પ્રફૂલ પટેલ, મંત્રીઓ ગણપત વસાવા, દિલીપ ઠાકોર, ઇશ્વર પરમાર, કુંવરજી બાવળીયા, જયદ્રથસિંહ પરમાર, કિશોર કાનાણી, દંડક પંકજ દેસાઇ 20 ડિસેમ્બરના રોજ કાર્યક્રમમાં હાજરી આપશે.

ચોથા દિવસે
તારીખ 21 ડિસેમ્બરના રોજ એટલે કાર્યક્રમના ચોથા દિવસે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જવાહર ચાવડા, બચુભાઇ ખાબડ, વાસણ આહિર, વિભાવરીબેન દવે, રમણ પાટકર, યોગેશ પટેલ સામેલ થશે.
પાંચમા દિવસે
કાર્યક્રમના પાંચમા દિવસે એટલે 22 ડિસેમ્બરના રોજ સમાનપાના દિવસે રાજ્યપાલ આનંદીબેન પટેલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, મંત્રીઓ ઇશ્વરસિંહ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા હાજરી આપશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.