ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress) બેરોજગારી મામલે સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે. જેના માટે યુથ કોંગ્રેસ દ્વારા રોજગારી(Emoploymnet)ને એક સોશિયલ મીડિયા(Social media) પર અભિયાન ચલાવવામાં આવશે. જણાવી દઈએ કે આ પહેલા પણ ફેબ્રુઆરી માસમાં બેકારી મુદ્દે એક અભિયાન હાથ ધર્યું હતું. જેના માટે મિસ્ડ કોલ નંબર જાહેર કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રીય બેરોજગારી રજિસ્ટર માટેની માંગણી કરવામાં આવી હતી.
કોરોનાઆ કારણે 3 કરોડ યુવાનો બેરોજગાર થયા
યુથ કોંગ્રેસના પ્રભારી સીતારામ લાંબાએ કહ્યું હતું કે, ભાજપની સરકારમાં બેરોજગારી વધી છે. કોરોનાને કારણે 3 કરોડ યુવાનો બેરોજગાર થયા છે. રાજ્યમાં 30 લાખ કરતા વધુ યુવા બેરોજગારો થયા છે. ગુજરાત સરકાર રોજગારી આપવા હાથ ઊંચા કરે છે. ગુજરાતમાં 37 હજાર સરકારી જગ્યાઓ પર ભરતી અટકી છે. જેને લઇ રોજગાર આપો અભિયાન શરુ કરાશે.
સોશિયલ મીડિયા પર ચાલશે અભિયાન
સોશિયલ મીડિયાના માધ્યમથી બેરોજગાર યુવાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા આ અભિયાન શરૂ કરવામાં આવશે. ચાર વર્ષ પહેલા થયેલી સભ્ય નોંધણીમાં ગુજરાતમાં યુથ કોંગ્રેસમાં 10 લાખ યુવાનોની નોંધણી થઈ હતી.
આ પણ વાંચો : સુરતમાં કોરોનાના કેસ કરતા ડિસ્ચાર્જની સંખ્યા વધી, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ
