કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા માધવરાવ સિંધિયાના દીકરા છે. જ્યોતિરાદિત્યએ પ્રિયદર્શિની રાજે સિંધિયા સાથે લગ્ન કર્યા છે. એની પત્ની પ્રિયદર્શિની વિશે ઓછા જ લોકો જાણે છે. તો જાણીએ કોણ છે પ્રિયદર્શિની રાજે સિંધિયા.

પ્રિયદર્શિની રાજે સિંધિયા બરોડાના ગાયકવાડ પરિવારની રાજકુમારી છે. એમના પિતા કુમાર સંગ્રામસિંહ ગાયકવાડ બરોડાના છેલ્લા શાસક પ્રતાપ સિંહ ગાયકવાડના દીકરા છે.

પ્રિયદર્શિનીની માં પણ નેપાલના રાજઘરાના સાથે સંબંધ ધરાવે છે પ્રિયદર્શિનીએ મુંબઈની ફોર્ટ કોન્વેન્ટ સ્કૂલ માંથી અભ્યાસ કર્યો છે.

વર્ષ 2012માં ફેમિનામાં પ્રિયાર્શિનીને દુનિયાની 50 સૌથી સુંદર મહિલાઓની યાદીમાં શામેલ કરવામાં આવી હતી. પ્રિયદર્શીની દેશની સૌથી સુંદર રાજકુમારીઓમાં સ્થાન પામી છે. 2008માં પ્રિયદર્શીનીને બેસ્ટ ડ્રેસ્ડ હોલ ઓફ ફેમ લિસ્ટમાં પણ સ્થાન મળ્યુ હતું.

પ્રિયદર્શિની અને જ્યોતિરાદિત્યની મુલાકાત વર્ષ 1991માં થઇ હતી. કહેવામાં આવે છે કે જ્યોતિરાદિત્યને પહેલી મુલાકાતે જ પ્રિયદર્શીને પ્રેમ થઇ ગયો હતો.

12 ડિસેમ્બર 1994માં બંનેએ લગ્ન કરી લીધા હતા. તેઓને બે બાળકો છે. એક છોકરો જેનું નામ મહાનઆર્યમન સિંધિયા છે અને દીકરીનું નામ અનન્યા સિંધિયા છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા 1874માં યુરોપિયન શૈલીમાં બનેલા મહેલ જયવિલાસ પેલેસમાં રહે છે. જેમાં કુલ 400 રૂમ છે. મહેલની છત પર સોનુ લાગેલું છે. તેના 40 રૂમમાં મ્યૂઝિયમ છે. તેમાં રોયલ દરબાર હોલ છે. તેની છતથી 140 વર્ષથી 3500 કિલોના બે ઝૂમ્મર લટકેલા છે. આ ઝૂમ્મરોને બેલ્ઝીયમના કારીગરોએ બનાવ્યા હતા. પેલેસના ડાયનિંગ હોલમાં ચાંદીની ટ્રેન છે જે ખાવા પીરસવા કામ આવે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મધ્યપ્રદેશના મુદ્દે શરૂ થયો ‘વાણી વિલાસ’
