સુશાંત સિંહ કેસ(Sushant singh Case)માં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા પછી રિયા ચક્રવર્તી(Rhea Chakraborty)ની ધરપકડ થઇ ચુકી છે. રિયાને NCB ઓફિમાં પૂછપરછ કર્યા પછી ધરપકડ કરી લેવામાં આવી હતી. આ મામલે રિયા અને તેના પરિવારનું નામ એટલું બધું લેવાઈ ગયું છે કે હવે એના કરિયર અને પરિવારના ભવિષ્યનું શું થશે એ વિચારવું હાલ મુશ્કેલ છે. કોઈના માટે પણ જેલ જવું મોટી વાત હોય છે કારણ કે ત્યાર પછી તેઓ બિધુ ગુમાવી બેઠે છે. અથવા વધુ તાકાતવર બની બહાર આવે છે. તો જાણીએ એવા બૉલીવુડ સ્ટાર્સ વિષે કે જેઓ જેલ તો ગયા પછી તેમના કરિયરની હાલત કઈ અલગ જ થઇ.
સંજય દત્ત

90sના સમયમાં સંજય દત્તને મુંબઈ સીરિયલ બ્લાસ્ટ(1991-1993)ના સમયે ગેર કાનૂની હથિયાર ઘર પર રાખવા માટે સંજય દત્તને 5 વર્ષની જેલ થઇ હતી. તેઓ જેલમાંથી 2016માં બહાર આવ્યા। વર્ષ 2017માં તેમણે ફિલ્મ ભૂમિથી વાપસી કરી અને ફેન્સે પુરા દિલથી તેમનું સ્વાગત કર્યું। સંજય પાસે શમશેરા, બ્રહ્માસ્ત્ર, KGF 2, પૃથ્વીરાજ, ભુજ અને તોરબાજ જેવી ફિલ્મો છે.
ફરદીન ખાન

લેજેન્ડરી એક્ટર અને ડાયરેક્ટર ફિરોઝ ખાનના દીકરા અને એક્ટર, ફરદીન ખાનને 1998માં ફિલ્મ પ્રેમ અગનથી ડેબ્યુ કર્યું હતું. એના ઘણા વર્ષો પછી તેમને કોકીન રાખવા અને સપ્લાય કરવા માટે જેલ જવું પડ્યું હતું. જેલથી બહાર આવ્યા પછી તેમનું કરિયર ઠીક ઠાક ચાલી રહ્યું છે. તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, જો કે તેઓ ક્યારેય મોટા સ્ટાર બની ન શક્યા. વર્ષ 2010માં તેમની છેલ્લી ફિલ્મ દુલ્હા મિલ ગયા આવી હતી, ત્યાર પછી તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર જતા રહ્યા.
જોન અબ્રાહમ

2006માં જોન અબ્રાહમએ Hayabusa બાઈકનું કંટ્રોલ ગુમાવી દીધું હતું જેના કારણે જોને એક સાયકલને ટક્કર મારી દીધી હતી. જેના કારણે બે વ્યક્તિઓને ઇજા થઇ હતી. ત્યાર બાદ બેજવાબદારીથી ડ્રાઇવિંગ કરવાનો દંડ તો ભરવો પડ્યો સાથે જ 15 દિવસની જેલ પણ ભોગવવી પડી, જો કે આ વાતની અસર તેમના ફિલ્મી કરિયર પર ન પડી. જોનનું કરિયર સારું ચાલી રહ્યું છે અને તેઓ હિટ ફિલ્મો આપી રહ્યા છે.
સલમાન ખાન

સલમાન ખાન પર ઘણા કેસો ચાલી રહ્યા છે. જેમાં બે મોટા કેસ હિટ એન્ડ રન અને કાળા હિરણ શિકાર સામેલ છે. જેને લઇ સલમાન જેમાં પણ થોડા સમય સુધી રહી ચુક્યા છે. પરંતુ તેમની પોપ્યુલારિટી અને ફોલોવિંગ હજુ પણ ટોપ પર છે. તેઓ બોલીવુડના સુપરસ્ટાર છે, જેમની ફિલ્મોને ફેન્સ ખુબ પ્રેમ આપે છે. સલમાનની બધી ફિલ્મો 100 કરોડથી વધારેની કમાણી કરે છે.
શાઈની આહુજા

વર્ષ 2005માં ફિલ્મ હજારો ખ્વાહિશે એસીથી ડેબ્યુ કરવા વાળા શાઈની આહુજા કરિયર મોટું ન રહ્યું। વર્ષ 2009માં શાઈની પર પોતાની કામવાળી સાથે બળાત્કાર કર્યાનો આરોપ લાગ્યો હતો. અને મામલો સાબિત થયા પછી તેમને જેલ થઇ ગઈ હતી. એની સાથે જ તેમની બધી ફેમ જતી રહી હતી. એમને ઇન્ડસ્ટ્રીમાં કામ મળવાનું બંધ થઇ ગયું આજે તેઓ ગુમનામી જીવન પસાર કરી રહ્યા છે.
સુરજ પંચોલી

પિતા આદિત્ય પંચોલીની જેમ સુરજ પંચોલી પણ વિવાદોમાં રહી ચુક્યા છે. જીયા ખાન સુસાઇડ મામલે સુરજ પંચોલી પર આરોપ લાગ્યા હતા, જેને લઇ તેમણે કોર્ટ અને જેલના ચક્કર લગાવા પડ્યા હતા. સુરજે પોતાના બૉલીવુડ કરિયરની શરૂઆત 2015માં કરી હતી, જો કે તેમને વધુ ફેમ ન મળી. તેમની ફિલ્મ સેટેલાઇટ સંકર પણ ઠંડી રહી, જો કે તેમની પાસે આવનારા સમયમાં કેટલાક પ્રોજેક્ટ છે.
આ પણ વાંચો : પાલિકા વેરો ભરવાની છેલ્લી તક, જાણી લો તમારા ઝોન પ્રમાણે છેલ્લી તારીખ
