ભારતમાં કોરોના વાયરસ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યી છે. હાલમાં ચોમાસાની ઋતુમાં શરદી-ખાંસી એક સામાન્ય બીમારી હોય છે. પરંતુ, હાલની પરિસ્થિતિમાં શરદી-ખાંસી થવાથી લોકો ચિંતીતી થઇ જતા હોય છે. કોરોના વાયરસનો ચેપ અને સામાન્ય શરદી-ખાંસી અલગ છે. કોરોના વાયરસના સંક્રમણમાં સૂંઘવાની ક્ષમતા ઓછી થવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, નાક વહેતુ નથી, સ્વાદ ઓળખવાની ક્ષમતા ખતમ થઈ જાય છે. જેનો એક સ્ટડીમાં ખુલાસો થયો છે. સામાન્ય શરદી-ખાંસી અને કોરોનાનો ચેપ સમજવામાં યૂકેની યૂનિવર્સિટિ ઓફ ઈસ્ટ અંગલિયાના રિસર્ચરની સાથે કરવામાં આવેલ આ સ્ટડીમાં જણાવ્યુ છે કે, સ્મેલ અને ટેસ્ટ દ્વારા બંને પ્રકારના દર્દીમાં તફાવત સમજી શકાય છે.

આ વિશે યૂનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગલિયાના નોરવિચ મેડિકલ સ્કૂલના એક પ્રોફેસર કાર્લ ફિલપોટે કહ્યુ કે, સ્વાદ અને સૂંઘવાની ક્ષમતા પર અસર થવી એ કોરોના વાયરસ સંક્રમણનો એક મુખ્ય ભાગ છે. પરંતુ, આને સામાન્ય શરદી-ખાંસીનું પણ લક્ષણ માનવામાં આવે છે. આ સ્ટડી દ્વારા એ જાણવા માગીએ છીએ કે, બંનેમાં શું ફરક છે. સંક્રમણના કારણે સૂંઘવાન ક્ષમતામાં શું ફરક પડે છે અને નાક બંધ હોવાને કારણે શું ફરક પડે છે.
આ પણ વાંચો : ભારતીય લોકોમાં કોરોના સામે લડવાની તાકાતમાં થયો વધારો, દર ચોથો વ્યક્તિમાં ધરાવે છે આ ખાસિયત
સૂંઘવાની ક્ષમતા પ્રભાવિત થવી
આ સ્ટડીમાં કોરોનાના 10 દર્દી અને 10 શરદી-ઉધરસના દર્દીને સામેલ કરાયા છે. જેમાં દરેક ઉંમરના સ્ત્રી પુરુષને સામેલ કરવામાં આવ્યા છે. આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે,કોરોનાના દર્દીના લક્ષણ શ્વાંસની બીજી બીમારીવાળા દર્દીઓથી અલગ છે. કોરોના વાયરસ સંક્રમણમાં શરીરની પ્રતિરોધક ક્ષમતા ઓવર રિએક્ટ કરે છે. તેને cytokine storm કહેવામાં આવે છે. જેમાં નર્વસ સિસ્ટમ પણ પ્રભાવિત હોય છે. Covid-19ના દર્દીમાં સ્વાદ અને સૂંઘવાની ક્ષમતા ખૂબ વધારે પ્રભાવિત થાય છે કે, જ્યારે સામાન્ય ફ્લૂમાં એવુ હોતુ નથી.
