ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો જાય છે. હાલમાં રાજ્યમાં સૌથી વધુ કેસ સુરતમાં નોંધાઈ રહ્યા છે. સરકારે અનલોકની શરૂઆત કર્યા બાદ કોરોના સંક્રમણમાં મોટો વધારો થયો છે. હાલમાં, સુરતમાં નિયમના પાલન સાથે ઉદ્યોગ ધંધાએ છૂટછાટ આપવામાં આવી છે. હાલમાં, વરાછા A ઝોન વિસ્તારમાં આવેલા ડાયમંડ માર્કેટ, માનગઢ ચોક, મોની બજાર, ચોક્સી બજાર, બોમ્બેઈ માર્કેટ, ગ્લોબલ માર્કેટ અને રઘુવીર માર્કેટ જેવા વિસ્તાર ગીચતા ધરાવતા હોવાથી ત્યાં સંક્રમણ ઝડપતી ફેલાઈ રહ્યું છે. આ વિસ્તારો સુરતના સુપર સ્પેડર વિસ્તાર છે.
મનપા દ્વારા આ વિસ્તારમાં પ્રવેશ કરતા દરેક લોકોને માસ્ક, ફેસ શિલ્ડનો ઉપયોગ કરવા જાણવામાં આવ્યું છે. તેમજ આ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સનું કડકાઈથી પાલન કરવા, સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનું જણાવ્યું છે.
આ વિસ્તારમાં રહેતા અને આ વિસ્તારમાં આવતા ખાસ સાવચેતી રાખવા જણાવાયું છે. જો કોઈ સામાન્ય લક્ષણો જોવા મળે તો પોતાના રહેઠાણની નજીક આવેલા હેલ્થ સેન્ટર પર તપાસ કરાવવા જણાવ્યું છે અથવા 1800 123 8000 નંબર પર સંપર્ક સાધવા જણાવ્યું છે.
