રાજ્યોની સ્કૂલો શિક્ષણ વ્યવસ્થા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ જાહેર કર્યો હતો જેમાં રાજ્યને એ-પ્લસ ગ્રેડ અપાયો હતો. પરંતુ સુરતની 40 જેટલી ખાનગી સ્કૂલોમાં 135 શિક્ષકો લાયકાત વિનાના મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ વિગતો બહાર આવતાંની સાથે જ તંત્રએ 40 ખાનગી સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓને આગામી 31મી મે સુધીમાં લાયકાત વિનાના 135 શિક્ષકોને દૂર કરવાનો આદેશ અપાયો છે.

જ્યારે બીજી તરફ સ્કૂલો ટ્રસ્ટીઓએ શાળાઓને સૂચના આપે છે કે આ મામલે લાયકાત વિનાના શિક્ષકોને દૂર નહીં કરનારી ખાનગી સ્કૂલો સામે નોટીસ આપવાથી માંડી માન્યતા રદ કરવા સુધીમાં પગલા લેવાશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણાધિકારીએ સ્કૂલો પાસેથી ઓનલાઈન મંગાવેલી માહિતીમાં લાયકાત વિનાની શિક્ષકો હોવાનું બહાર આવ્યુ હતું.
શાળાના ટ્રસ્ટીઓને 31 મે સુધીમાં આવા શિક્ષકોને દૂર કરવા સૂચન
સુરતમાં લાયકાત વિનાના 135 શિક્ષકો લાયકાત વગર બાળકોને ભણાવી રહ્યાં છે. તેવી ચોંકાવનારી વિગતો સામે સામે શિક્ષણ જગતમાં ભારે ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં સૌથી વધુ માઉન્ટ મેરી મિશન શાળામાં 20 શિક્ષકો લાયકાત વગર મળી આવ્યાં છે. તેમજ સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા વેડરોડમાં 16 શિક્ષકો અને પુણાગામની અક્ષયધામ હાઈસ્કુલમાં 11 શિક્ષકો ડ્રીગ્રી વગર મળી આવ્યાં છે. જો કે, લાયકાત વિનાના આ શિક્ષકોને દૂર નહીં કરનારી ખાનગી સ્કૂલો સામે નોટીસ આપવાથી માંડી માન્યતા રદ કરવા સુધીમાં પગલા લેવાશે.