મોટા ભાગના કામ કરતા લોકો પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરવા મથામણ કરી રહ્યા છે, તેવા સમયે કામ કરતી વખતે તમને કામ દરમિયાન જે વસ્તુઓની જરૂર હેય તે ઘરમાં મળતા નથી. આપણે બધા ઘરેથી કામ કરવા માટે ટેવાયેલા નથી અને ઘરમાં એવી કોઈ ચોક્કસ જગ્યા કે કોર્નર નથી જેને આપણે હોમ ઓફિસ તરીકે કહી શકીએ.
હાલમાં સરકારે કંપનીઓને જરૂરી હોય તો તેના મોટા ભાગના કર્મચારીઓને શક્ય હોય તો ઘરેથી કામ કરવાની સલાહ આપી છે અને જો કંપની તમને ઘરેથી કામ કરવાનું કહે તો તમે તમારા ઘરમાં જ એક કોર્નરમાં તમારી ઓફિસ બનાવીને શાંતિથી તમારા કામ કરી શકો છો. તો ચાલો જોઈ લઈએ ઘરમાં ઓફિસ સ્પેસ બનાવવા માટે તમારે કયા ડેકોર આઈટમ્સની જરૂર પડશે.
ડેસ્કઃ

આપણા દરેકના ઘરમાં એવી જગ્યા કે કોર્નર હોતી જ્યાં આપણે એક ડેસ્ક લગાવીને કામ કરી શકીએ પરંતુ તેનો મતલબ એ નથી કે આપણે તેના સિવાય બીજો રસ્તો ના શોધી શકીએ. ઘરેથી કામ કરવા માટે બેડ પર બેસીને કામ કરવું આઈડિયલ નથી, તે સિવાય તમારી કમર અને પોસ્ચર માટે પણ સારું નથી. આવા સમયમાં તમે તમારા ડાઈનિંગ ડેબલ અથવા તો બાળકોના સ્ટડી ટેબલનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત, જો ફોલ્ડેબ ટેબલ ઘરમાં હોય તો તેનો પણ ઉપયોગ કરીને પોતાનું નાનકડું ઓફિસ ડેસ્ક તૈયાર કરી શકો છો.
ખુરશીઃ

જો તમે ઘરેથી કામ કરી રહ્યા હોવ તો તમારે આઠ કલાક સુધી બેસી રહેવા માટે પ્રોપર ખુરશીનો ઉપયોગ કરવો જરૂરી છે. આપણી ઓફિસોમાં તો કમ્ફરટેબલ બેસી શકાય તેવી ખુરશીઓ હોય છે પરંતુ જો ઘરમાં એવી ખુરશી ના હોય તો તમે તકિયાનો ઉપયોગ કરીને તમારી બોડીને કમ્ફર્ટેબલ હોય તે રીતે મૂકીને કામ કરી શકો છો.
ડેસ્ક ઓર્ગેનાઈઝરઃ

તમારું કંઈ પણ કામ હોય પરંતુ અવ્યવસ્થિત ડેસ્ટ તમને તમારા કામ પરથી ડિસ્ટ્રેક્ટ જરૂર કરી શકે છે. ડેસ્ક ઓર્ગેનાઈઝર તમને તમારા કામ માટે જોઈતી રોજિંદી વસ્તુઓ જેવી કે પેન, પેપર, ક્લીપ, સ્ટીકી નોટ્સ, કાતર વગેરેને સરખી રીતે એક જગ્યાએથી મળી જાય તેવું કામ કરે છે. જો તમને જોઈતી વસ્તુઓ તમને સરળતાથી મળી જશે તો તમને કામ કરવામાં મુશ્કેલી પણ નહીં પડે અને તમારું કામ સરળતાથી કરી શકશો.
ડેસ્ક ક્લોકઃ

ડિજીટલાઈઝેશનના સમયમાં કોઈને પણ ડેસ્ક ક્લોક રાખવું ગમતું નથી. આપણે સૌ સ્માર્ટફોનઅથવા કોમ્પ્યુટરમાંથી સમય જોતા હોઈ છે પરંતુ જો તમે કોઈ અસાઈનમેન્ટને પૂરુ કરી રહ્યા હોવ અને તમારે મિટીંગની ડેડલાઈન પર ફોકસ કરવાનું હોય ત્યારે વારેઘડીએ મોબાઈલમાં સમય જોવા કરવા કરતા જો આ ડેસ્ક ક્લોક તમારા ટેબલ પર પડીહોય તો તમારો સમય બગડશે અને કામ વધુ સારી રીતે કરી શકશો. આ ક્લોકમાં તમે કામ દરમિયાન બ્રેક લેવાના સમયનો પણ અલાર્મ મૂકી શકો છો, જેથી તમે એકધારું કામ કરવાની વચ્ચે બ્રેક લઈ શકો.
પ્લાનર્સ અને નોટબુક્સઃ

બધાને સ્ટેશનરીનું ક્લેકશન કરલું ગમતું હોય છે, પરંતુ જ્યારે ઘરેથી કામ કરવાની વાત આવે ત્યારે ઓફિસ સ્ટેશનરીમાં ખાસ કરીને પ્લાનર્સ અને નોટબુક્સ તમારા માટે મહત્ત્વના બની જાય છે. તે માત્ર તમારા ડેસ્કને ઓર્ગેનાઈઝ દેખાવામાં મદદ નથી કરતું પરંતુ દિનવસભર તમારે જે કામ કરવા હોય તેને ટ્રેક કરવામાં પણ મદદ કરે છે. તમે તમારે રોજના કરવાના ઓફિસ કામને નોટબુક અથવા પ્લાનરમાં લખી શકો છો. તેની સાથે બીજા દિવસે પણ શું કામ કરવાનું છે તેનું લિસ્ટ બનાવી રાખી શકો છો. આમ કરવાથી તમારે તમારું કામ ભૂલ્યા વગર સરળતાથી અને સારી રીતે પૂરુ કરી શકો છો.
આ ઉપરાંત તમારા ડેસ્કની જગ્યા અને તેની આજુબાજુનું વાતાવરણ પણ તમારા કામ પર ઘણી ઈફેક્ટ કરે છે. માટે તમારા ડેસ્કને પ્રોપર લાઈટ્સ મળે અને તેની આસપાસ શક્ય હોય તો પ્લાન્ટ્સ હોય તેવી જગ્યા પસંદ કરી શકો છો. તમને મોટિવેટ કરતા મેસેજીસ પણ તમારા મૂડને હેલ્ધી અને આખઆ દિવસને પ્રોડક્ટીવ બનાવવામાં મદદ કરે છે.
