સ્માર્ટફોન તો તમે સાંભળ્યો જ હશે, સ્માર્ટ ટીવી પણ સાંભળ્યું હશે, પરંતુ શું તમે સ્માર્ટ કપડાં સાંભળ્યા છે જી હા, હવે તમારા કપડા પણ સ્માર્ટ થવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં એવા કપડા માર્કેટમાં આવશે જેના દ્વારા તમે તમારા સ્માર્ટફોન અને એપ્સના અમુક જરૂરી ફીચર્સને ઓપરેટ કરી શકશો.

મીડિયા રિપોર્ટ મુજબ ક્લોથિંગની જાણીતી બ્રાન્ડ Levi’s એક એવું જ જેકેટ બનાવવા જઈ રહી છે. જે સામાન્ય ડેનિમ જેકેટ જેવું દેખાશે. પરંતુ ગૂગલ ટેક્નોલોજીના મદદથી જેકેટના સ્લીવના છેલ્લે આપેલા કફ્સના માધ્યમથી ફોનને સ્વાઇપ અને ટચ કરી શકાશે.

રિપોર્ટ અનુસાર બે વર્ષ પહેલા Levi’s અને ગૂગલે આ હાઇ-ટેક જેકેટને ‘કમ્યૂટર ટ્રકર’ તરીકે ઇન્ટ્રોડ્યૂસ કર્યું હતું. તે સમય લોકોને આ જેકેટ ઘણું પસંદ આવ્યું હતું. ત્યારે હવે કંપની આને ક્લાસિક ટ્રકર અને શેરપા ટ્રકર ડિઝાઇનમાં ઉપલબ્ધ કરાવશે. આ લેટેસ્ટ જેકેટ ગૂગલની Jacquard ટેક્નોલોજી પર કામ કરશે. જેકેટની સ્લીવ્સમાં બ્લૂટૂથ મોડ્યૂલ આપવામાં આવશે. જે લેફ્ટ કફની અંદર હશે. આ જેકેટને સ્માર્ટફોન્સ માટે એક ટચ સેંસિટિવ રિમોટ બનાવશે. આની ખાસ વાત એ છે કે જૈકાર્ડ એપના માધ્યમથી યુઝર્સ આને પોતાની મરજી પ્રમાણે પ્રોગ્રામ કરી શકશે. સ્માર્ટ સાથે આ જેકેટની કિંમત પણ સ્માર્ટ જ છે આ જેકેટના ક્લાસિક ડિઝાઇનને 198 ડોલર(લગભગ 14,000 રૂપિયા) અને શેરપા ડિઝાઇનને 248 ડોલર(લગભગ 17,600 રૂપિયા)માં ખરીદી શકાશે. આ જેકેટની ખાસ વાતએ છે કે મેલું થતા આ જેકેટને સામાન્ય જેકેટની જેમ પણ વોસ શકાશે.