ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણમૂર્તિ સમય માટે ઓળખાય છે. નારાયણે ઘણી વખત પબ્લિક ફોરમમાં જણાવ્યું છે કે તેમણે પોતાના જીવનમાં સફળતા મેળવી છે, તો સમયની પાબંદીના કારણે છે. હવે નારાયણમૂર્તિએ દુનિયાના સૌથી આમિર માણસ જેફ બેઝોસને સમયનો ધ્યાન રાખવું શીખવી દીધુ છે. તે પણ બધાની સામે.
શું થયું ?
Amazonના મલિક જેફ બેઝોસને નારાયણમૂર્તિની નારાજગી ત્યારે સહન કરવી પડી, જયારે ઈ-કોમર્સના ધાકડ જેફની હાજરીમાં પણ એક કાર્યક્રમ નક્કી સમયથી લેટ શરૂ થયો. Amazonનો નવી દિલ્હીમાં એક પ્રોગ્રામ હતો જેમા જેના પર બજારના મોટા મહારથિઓની નજર હતી, કારણ કે આને ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સના એક નવા કારોબારના ફોર્મ્યુલા તરીકે જોવાઈ રહ્યો હતો.

આ કાર્યક્રમમાં નારાયણમૂર્તિને સ્પીચ આપવા માટે 11:50 કલાક નો ટાઈમ આપવામાં આવ્યો હતો. પરંતુ કાર્યક્રમ 1 કલાક લેટ ચાલતો હતો, ત્યારે 11:45 થઇ ગઈ હતી. લોકો ને લાગ્યું કે નારાયણ બીજા લોકોની જેમ જ ભાષણ આપવામાં પુરા સમયનો ઉપયોગ કરશે. પરંતુ નારાયણમૂર્તિએ સ્ટેજ પર આવતા જ કહ્યું કાર્યક્રમ પહેલા જ 1 કલાક લેટ ચાલી રહ્યો છે તો હું 20 મિનિટની વાત 5 મિનિટમાં પુરી કરવાની કોશિશ કરીશ। મને લેટ જરાય પસંદ નથી. સમયની કિંમત બધાએ યાદ રાખવી જોઈએ.
પછી અસર
નારાયણ મૂર્તિએ જેવી વાત કહી, ત્યાં હાજર લોકોએ એમની વાતનું સ્વાગત તાળીઓ પાડી કર્યું. લાંબા સમય સુધી તાળીઓ ચાલુ રહી. ત્યાર પછી નારાયણને વધુ ગુસ્સો આવ્યો, કારણકે 5 મિનિટ તાળીઓમ જતી રહી. લોકોને લાગ્યું નારાયણ માત્ર કહેવા માટે કહી રહ્યા છે પરંતુ નારાયણે માત્ર ચાર મિનિટ બોલી સભાને ધન્યવાદ કહી દીધું અને મંચ પરથી ઉતરી ગયા. મંચ પરથી સતત નારાયણમૂર્તિને અવાજ અપાઈ પરંતુ તેઓ પાછા ન આવ્યા. ત્યાર પછી Amazon ના મલિક જેફ બેઝોસ લવા માટે આવ્યા. જેફે નારાયણની સમય બચાવવાની શીખ વિષે બોલ્યા અને બધા તરફથી માફી પણ માંગી.
