સમગ્ર વિશ્વમાં કોરોના બેકાબુ થતો જાય છે. ત્યારે, કોઈ દેશને કોરોનાની વેક્સીન શોધવામાં પણ સફળતા મળી નથી. હાલમાં, કોરોનાના દર્દીને બચાવવા ઘણા પ્રકારની દવાઓનો ઉપયોગ થઇ રહ્યો છે. પરંતુ, હાલમાં કરવામાં આવેલી એક શોધમાં જાણવા મળ્યું છે કે, એક સ્ટેરોઇડની દવા છે જે કોરોનાના ગંભીર દર્દીઓ માટે સંજીવની સાબિત થઇ શકે છે. અગાઉ કોરોનાના દર્દીની સારવાર માટે રેમડેસિવિર દવાનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ, આ દવા હલ્કા લક્ષણ ધરાવતા દર્દીઓમાં જ સારી અસર કરે છે અને દરેક દર્દીને આ દવાથી ફાયદો થતો નથી.

ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિકે પોતાની એક શોધ દ્વારા મળેલા પરિણામ અનુસાર કોરોના માટે Dexamethasone ખુબ જ કારગર અને સસ્તી દવા છે. સોજો ઓછો કરવા માટે વપરાતી સ્ટેરોઇડ Dexamethasone દવા કોરોનાના દર્દીમાટે પણ અગત્યની છે. જે દર્દીઓની સ્થિતિ ગંભીર છે તેમનો જીવ બચાવવા માટે આ દવા સફળ સાબિત થઇ છે. રિસર્ચના ડેટા અનુસાર આ દવાના ઉપયોગથી વેંટિલેટર પર રાખવામાં આવેલા દર્દીઓના મૃત્યુદરમાં 33.33% અને ઓછા ગંભીર લક્ષણોવાળા દર્દીઓમાં મૃત્યદર 20% સુધી ઓછૂ થઇ ગયું છે.
આ પણ વાંચો : કોરોના ફક્ત ફેફસા જ નહિ આ અંગોને પણ કરે છે નુકશાન, ન્યૂયોર્કનાં ડૉક્ટરોએ કર્યો દાવો
હાલમાં સમગ્ર વિશ્વ કોરોના સામે ઉપયોગમાં લેવાતી દવાઓ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ધ્યાન રાખી રહ્યું છે. આ દવા દ્વારા કરવામાં આવેલી સારવારમાં વૈજ્ઞાનિકોને વધારે સાઇડ ઇફેક્ટ જોવા મળ્યા નથી. જેના આધારે, WHOએ પણ Dexamethasonને સારવાર માટે સુરક્ષિત દવા ગણાવી છે.
