હાલના, ડિજિટલ યુગમાં દરેક સોશિયલ મીડિયા સામે હંમેશા નવા નવા વાયરસ, હેકરોના હુમલાનો ડર બની રહેતો હોય છે. અત્યારે વોટ્સએપ (WhatsApp)ને લઈને પણ હવે સતત હેકિંગ અને ફ્રોડને લઈને જાણકારી સામે આવી રહી છે. જેના માટે યુઝરને એક અગત્યની સલાહ આપવામ આવી છે. કોઈ પણ યુઝરના ડેટા કોઈ ખોટા હાથમાં ન જાય તે માટે WABetaInfoએ ટ્વિટ કરીને યૂઝર્સને વોટ્સએપના મોડિફાઇડ વર્ઝનનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે.આ ટ્વિટ દ્વારા જણાવ્યું છે કે, વોટ્સએપના મોડિફાઇડ વર્ઝન સિક્યુરિટી અને પ્રાઇવસી મામલે યોગ્ય નથી.
વોટ્સએપના મોડિફાઇડ વર્ઝન ઉપયોગ કરવાથી ફેક વોટ્સએપ ડેવલપર્સ સરળતાથી MITM અટેક (man in the middle) દ્વારા આપની ટેક્સ્ટને બદલી શકે છે અને એડિટ પણ કરી શકે છે. WABetaInfo એ ચેતવણી આપતા કહ્યું છે કે, વોટ્સેઅપના મોડિફાઇડ વર્ઝનને કંપનીએ વેરિફાઇ નથી કર્યું. જે યુઝર વોટ્સએપના મોડિફાઇડ વર્ઝનનો ઉપયોગ કરે તેનું વોટ્સએપ એકાઉન્ટ બંધ પણ થઇ શકે છે.
આ પણ વાંચો : ટિકટોક ફરી આવી ગયું છે, આ રીતે થઈ જાય છે ડાઉનલોડ
મોડિફાઇડ વર્ઝનમાં ઘણા નવા ફીચર મળે છે પરંતુ, નવા ફીચરની સામે તમારી પ્રાઇવસી અને સિક્યુરિટી ખતરામાં મુકાય છે.
