યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે યુક્રેનિયન નાગરિકોએ દેશની રક્ષા માટે હાથમાં હથિયારો લઈ લીધા છે. પુરૂષો જ નહીં દેશની અનેક મહિલાઓ અને સેલિબ્રિટીઓ પણ યુદ્ધના મેદાનમાં ઝંપલાવવા પોતાનું યોગદાન આપી રહી છે.

આ દરમિયાન યુક્રેનની સૌથી સુંદર મહિલા અને પૂર્વ મિસ યુક્રેને પણ બંદૂક હાથમાં લીધી હતી. વર્ષ 2015માં મિસ યુક્રેનનો ખિતાબ જીતનાર અનાસ્તાસિયા લેનાની તસવીરો સામે આવી છે.

મહિલા અનાસ્તાસિયા લેના રશિયન હુમલા સામે પોતાના દેશની સુરક્ષા કરવા માટે યુક્રેનની સેનામાં જોડાઈ છે. અનાસ્તાસિયા લેના 2015 મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ બ્યુટી કોન્ટેસ્ટમાં યુક્રેનની પ્રતિનિધિ હતી.

લીનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું કે તેણે પોતાના ઘરની સુરક્ષા માટે હથિયાર ઉપાડ્યા છે. સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતાં તેણે લખ્યું કે, ‘જે કોઈ કબજાના ઈરાદા સાથે યુક્રેનની સરહદમાં પ્રવેશ કરશે તેને મારી નાખવામાં આવશે.