નવરાત્રીનો તહેવાર કોને નથી ગમતો. નવરાત્રી સાથે ફેસ્ટિવલની સિઝન શરુ થઇ જાય છે નવરાત્રીમાં ગરબાને લઇને તો દરેકમાં ઉત્સાહ હોય જ છે પરંતુ તેમાં સૌથી વધારે કપડાનો ઉત્સાહ હોય છે. છોકરીઓ અત્યારે એકથી એક હટકે કપડાની પસંદગી કરે છે. દર વર્ષે યંગસ્ટર્સને કંઇક નવી અને યુનિક વસ્તુ જોઇએ છે અને દર વર્ષે માર્કેટ પણ કઈ નવી નવી સ્ટાઇલ ઇન્વેન્ટ કરતુ રહે છે આ વર્ષે ઇન્ડોવેસ્ટર્ન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

ટ્રેડિશનલ ફ્યુઝન
યુવતીઓ ડેનિમ જિન્સ, દુપટ્ટામાંથી તૈયાર કરેલી પાઘડી, ઇન્ડોવેસ્ટર્ન સ્ટાઇલમાં તૈયાર ઓઠણી અને ફૂલ સ્લિવની ટીશર્ટ સાથે ટ્રેડિશનલ કોટીનું ફ્યુઝન ટ્રેડમાં છે. જીન્સ અને ટ્રેડિશનલ વેરના ફ્યુઝન સાથે ટીકી અને મિરર વર્ક વાળા હેવી ઓર્નામેન્ટસ્ની સાથે ગરબા રમશે.

ટ્રેન્ડી ચણીયો
ટ્રેન્ડી ચણીયામાં જોઈએ તો, ડબલલેયર્ડ ચણિયો સ્ટાઇલીશ લૂક આપે છે. તેેમાં બે લેયર પણ રાખી શકાય છે. આ વર્ષે ચણિયામાં લોકોને સિમ્પલ લૂક ગમી રહ્યો છે.

છોકરાઓ માટે
છોકરાઓના ડ્રેસિંગમાં પણ ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલ જોવા મળશે, જેમાં ધોતી અને કેડીયા સાથે બ્લેઝર અમે માથાં પર સાફા અને પાઘડી રહેશે.
અંગરખા સ્ટાઇલ
અંગરખા સ્ટાઇલ ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલ છે. જેમાં ફ્લેરિ કેડીયુ ડિઝાઇન કરાયું છે. જેમાં આગળની કોન સ્લિવ પર દોરીથી ટાઇ કરવામાં આવ્યું છે.જેમાં કમર પાસે ફ્લેપ લગાડવાથી એનો લૂક કેડિયા જેવો લાગશે.