યુવાધન ગરબા રમવા માટે થનગની રહ્યું છે. છોકરીઓ નવા ચણિયાચોળી ખરીદીને તૈયાર બેઠી છે. તો છોકરાઓ પણ ગરબામાં રોલો પાડી દેવા માટે અવનવા સ્ટેપ શીખી રહ્યા છે. ત્યારે આ વખતે મેઘરાજા પણ નવરાત્રીમાં તમારો સાથે આપશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસમાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની રિપોર્ટ મુજબ, હજુ ચોમાસું પૂર્ણ થવાના સંકેત નથી. હવામાન વિભાગે રાજ્યભરમાં 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો અમદાવાદમાં પણ વરસાદ વરસી શકે છે.
તો અડધી નવરાત્રિ વરસાદમાં ધોવાઈ જશે તેવી પણ આગાહી છે. 1 ઓક્ટોબર સુધી નવરાત્રિમાં વરસાદ રહેશે. તો 3 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ રહેશે. 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી વધુ વરસાદ રહેશે. તો હવામાન વિભાગની આગાહીને પગલે ગરબા આયોજકો ચિંતાના વાદળમાં ઘેરાઈ ગયા છે.