હાલ કોરોના વાયરસને સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે 5 એપ્રિલ એટલે આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને લાઈટ બંધ કરી પોતાના ઘરે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે દિવા સળગાવવાની અપીલ કરી છે. ત્યારે આ વાતનો મજાક ઉડાવવું એક સરકારી અધિકારીને ભારે પડ્યું છે.
ફેસબૂક પર વડાપ્રધાનન અપીલની મજાક ઉડાવી હતી
મધ્યપ્રદેશના મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયના જોઈન્ટ ડાયરેક્ટર સુરેશ તોમરે ફેસબૂક પર વડાપ્રધાન મોદીની આ અપીલની મજાક ઉડાવી હતી. તેમણે લખ્યું હતું, સર તમે એક વખત અમને ટાઈમ ટેબલ આપી દો કે ક્યારે શું પ્રગટાવવાનુ છે અને બુઝાવવાનુ છે. કારણકે અમારામાં અકક્લ તો છે નહી. ત્યારે બીજી પોસ્ટમાં લખ્યું ‘ભાડમાં જાય કોરોના ક્રાઈસિસ, સર તમે તો કોરોનાની મજા લઈ રહ્યા છો.’ જો કે અધિકારી સુરેશ તોમરે આ તમામ પોસ્ટ ડિલિટ કરી હતી. મધ્યપ્રદેશ સરકારે અધિકારી સામે કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરી દીધા છે.
આ પણ વાંચો : કોરોના : દંડો લઇ પોતાના ગામની પહેરેદારી કરી રહી છે 23 વર્ષની મહિલા સરપંચ
