યૂક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે પ્રમુખ વિશ્વ ગુજરાતી સમાજ હવે આગળ આવ્યું છે. ત્યારે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખે જણાવ્યું કે, અમદાવાદના 600થી 700 વિદ્યાર્થીઓ યુક્રેનમાં મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે. દરેક વિદ્યાર્થીઓને સુવિધા મળે તે માટે અમે ભારત સરકારના ગૃહ મંત્રાલયને સંપર્ક કર્યો હતો. અહીં અમે અમેરિકામાં બેસીને આ વિદ્યાર્થીઓ માટે ચિંતિત છીએ.

નેશનલ ફેડરલ ઈન્ડિયા અમેરિકા એસો.ને એમ્બેસેડરને રજૂઆત કરી છે અને અહીં પણ પ્રેસર લાવી રહ્યા છીએ. જોકે મળતી માહિતી મુજબ અટવાયેલા વિદ્યાર્થીઓ સાથ હજુ સુધી કોઈ મેસેજ નથી મળ્યો. વાલીઓ અમને ફોન કરી રહ્યા છે. તેમને અમે શાંત્વના આપી રહ્યા છીએ. ત્યાં રશિયામાં વિદ્યાર્થીઓ મિલીટ્રી ઓપરેશનથી ગભરાયા છે. ધીરજથી રસ્તો કાઢીશું.
બીજી બાજુ ગુજરાતમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યુક્રેનમાં ફસાયેલા લોકો માટે કંટ્રોલરૂમ શરૂ કર્યો છે, આ ઉપરાંત ભરુચના અધિકારીઓએ પણ આ દિશામાં કામ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ રાજ્ય સરકાર પણ આ દિશામાં પ્રયત્નશીલ છે. વિદેશમાં રહીને પણ ભારતીય અને ગુજરાતીઓની ચિંતા વિશ્વ ગુજરાતી સમાજ કરી રહ્યો છે.