કોરોના વાયરસ(Corona virus)ના કારણે સમગ્ર દેશમાં માર્ચ મહિનાથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. ત્યારે વિદ્યાર્થીઓના શિક્ષણને નુકસાન ન થાય માટે શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ(Online education) આપવામાં આવી રહ્યું છે. ત્યારે કોરોનાના કારણે લોકડાઉન(Lockdown)માં વાલીઓને આર્થિક રીતે ઘણું નુકસાન થયું જેને લઇ ફી માફ કરવા માટે વાલીઓ દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી રહે છે. ત્યારે અસામ(Aasam) સરકારે ખાનગી સ્કૂલોમાં 25% ફી માફીની જાહેરાત કરી છે.
આસામમાં 25% સ્કૂલની ફી માફ
આસામ સરકારે 14 તારીખે એક પરિપત્ર બહાર પાડી ખાનગી શાળાઓને 25% ફી માસ કરવાનો નિર્દેશ કર્યો છે. પરિપત્ર મુજબ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ માટે આ પ્રિ- પ્રાઈમરીથી લઈને 12માં ધોરણના વિદ્યાર્થીઓની ફી માફ કરી દેવામાં આવશે.આ ફી માફી મેથી લઈને સ્કૂલો ખોલવા સુધી લાગુ પડશે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરી જાણકારી આપી
શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરી જણાવ્યું કે, કોરોનાની પરિસ્થિતિને જોતા પ્રાઈવેટ સ્કૂલોને સલાહ આપી છે કે તે પ્રિ-પ્રાઈમરીથી લઈને 12મા ધોરણ સુધી 1 મેથી લઈને સ્કૂલો ખોલવા સુધીની વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફ થશે. જે સ્કુલોએ વાલીઓ પાસેથી પહેલા જ ફી કલેક્ટ કરી લીધી છે તેમને આગળના ઈન્સ્ટોલમેન્ટ માટે એક્ઝસ્ટ કરવી પડશે.
વાલીઓને મળશે મદદ
કોરોનાના કારણે શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેને લઇ શાળાઓમાં ઈલેક્ટ્રીસિટી, મેનટેનેન્સ અને અન્ય ખર્ચની બચત પણ થઈ છે. આ પરિસ્થિતિમાં ફી ઘટાડવામાં આવી રહી છે. જેથી વાલીઓને પણ મદદ મળે. જોકે એમ પણ કહેવામાં આવ્યું છે કે તમામ પેરેન્ટ્સ સપ્ટેમ્બરના અંત સુધીમાં ફીનું પેમેન્ટ કરી દે જેથી ટિચિંગ અને નોન ટિચિંગની સેલેરી કરી શકાય. એક નિવેદન મુજબ, આસામના લોકોની આવક પર ખબર અસર પડી છે અને તેવામાં તે લોકડાઉન સુધી સ્કૂલની ફી ભરવા માટે સક્ષમ નથી.
આ પણ વાંચો : 18 નહિ પરંતુ આટલી થઇ શકે છે છોકરીઓના લગ્નની ઉમર, PM મોદીનો ઈસરો
