ભારતમાં કોરોના સંક્રમણ વધતું જાય છે. ભારતમાં દૈનિક 50 હજારની નજીક નવા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે, ભારતના અલગ અલગ રાજ્યો કોરોનાના ડેટા કેટલા સારી રીતે દર્શાવે છે જેના પર એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેના માં કર્ણાટક પ્રથમ નંબર પર રહ્યું છે. આ સર્વે ભારતમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સના એક ગ્રુપે કર્યો હતો. આ સર્વેમાં રિપોર્ટિંગમાં જોવા મળતું અંતર અને અન્ય વિસંગતતાઓ પર ભાર મુકવામાં આવ્યો છે.

આ સર્વે અનુસાર, દેશમાં કર્ણાટક સૌથી સારી રીતે કોરોનાના ડેટા રિપોટિંગ કરે છે. જ્યારે, ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજ્યનું રેન્કિંગ શૂન્ય દર્શાવામાં આવ્યું છે. કારણે કે, બિહાર અને ઉત્તરપ્રદેશની સરકાર વેબસાઈટ પર કોઈ ડેટા જાહેર કરતી જ નથી. આ રિસર્ચમાં એ પણ સામે આવ્યું કે 10 રાજ્યએ કોરોનાના ડેટાનું વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન કર્યુ.
આ પણ વાંચો : ICMRની નવી આધુનિક લેબમાં 7 કરોડના ટેસ્ટિંગ મશીનનો થશે ઉપયોગ, જાણો, આ મશીનની ખાસિયતો…
આ સર્વેના આંકડાઓ અનુસાર, સૌથી સારું પ્રદર્શન કરનારા રાજ્યોમાં કર્ણાટકમાં CDRS રેન્કિંગ 0.61 % નોંધાયું છે. જયારે, કેરળમાં 0.52 %, ઓડિશામાં 0.51 %, પુડ્ડડુચેરીમાં 0.51 % અને તમિલનાડુમાં 0.51 % છે. આ સર્વેમાં ઉત્તરપ્રદેશ અને બિહારનું રેન્કિંગ શૂન્ય નોંધાયું છે. તે ઉપરાંત, મેઘાલય અને હિમાચલ પ્રદેશમાં 0.13 % રેન્કિંગ નોંધાયુ.
