ભારતમાં કોરોના મહામારીના કારણે સરકારે જાહેર કરેલા લોકડાઉન બાદ હવે સરકાર ઘણા નિયમોની સાથે વ્યાપાર ધંધામાં છૂટછાટ આપી રહી છે. જેથી ઈકોનોમી ધીરે ધીરે પાટા પર આવી શકે. જેની સાથે સાથે સુરતના કાપડ બજારમાં ઉઠમણું થવાની દહેશત અને રોજગાર મેળવવાની ચિંતા શરૂ થઈ છે. આ માટે સુરત મર્કન્ટાઇલ એસોસિએશને એક મોબાઇલ એપ વિકસાવી છે. જે વેપારીઓ વિશેની માહિતી, ધંધાને લગતા તમામ વ્યવહારો આ ઉપરાંત રોજગારની માહિતી આપશે.

ભારતમાં કોરોના મહામારીના કારણે સરકારે જાહેર કરેલા લોકડાઉન બાદ હવે સરકાર ઘણા નિયમોની સાથે વ્યાપાર ધંધામાં છૂટછાટ આપી રહી છે. જેથી ઈકોનોમી ધીરે ધીરે પાટા પર આવી શકે. જેની સાથે સાથે સુરતના કાપડ બજારમાં ઉઠમણું થવાની દહેશત અને રોજગાર મેળવવાની ચિંતા શરૂ થઈ છે. સુરત કાપડ ઉદ્યોના કારણે સમગ્ર દેશ જ નહિ દુનિયામાં વિખ્યાત બન્યું છે. પરંતુ, સુરતમાં કાપડઉદ્યોગના વેપારીઓ સાથે માર્કેટમાં દરવર્ષે કરોડો રૂપિયાની છેતરપિંડી થાય છે. કાપડઉદ્યોગના તમામ પ્રકારના વ્યવહારો પર નિયમન માટે સુરત મર્કન્ટાઇલ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી.
આ પણ વાંચો :કોરોનાથી કંટાળી ગયા છો ?, 16મીથી ખુલી રહ્યું છે કેવડી
આ એસોસિએશને એક એપ વિકસાવી છે. જેમાં વેપારીઓની હિસ્ટ્રી અને ગ્લેમ્સ, એમ્બ્રોઇડરી, કલર કેમિકલ, વેલ્થ પ્રોડક્શન, ટ્રાન્સપોર્ટ સહિતની વિગતો ઈચ્છે ત્યારે મેળવી શકશે. આ એપ માર્કેટમાં નોકરી માટેની માહિતી આપશે. સુરતમાં ઘણી ગેંગ માર્કેટમાં ઉધારીમાં માલ મેળવીને એનું પેમેન્ટ ચૂકવ્યા વગર ફરાર થઈ જાય છે. માટે તમામ વ્યાપારીઓની માહિતી એપમાં મૂકવામાં આવી છે. જેથી તેમની ઓળખાણ કર્યા બાદ તેમની સાથે વ્યવહારો થાય અને છેતરપિંડીના બનાવો ઘટે.
આ માહિતી મળશે
કોરોના મહામારી બાદ વેપાર કરવાની પદ્ધતિ બદલાઇ છે. મોટા ભાગના લોકો ડિજિટલ વેપાર કરી રહ્યા છે. આ એપ્લિકેશનમાં કુલ 175 માર્કેટમાં સંકળાયેલા 80,000 વેપારીઓને ડિજિટલી સાંકળીને વ્યાપાર કરી શકશે અને તેમની તમામ વિગતો પણ આ એપ આપશે.
પાનકાર્ડ, આધારકાર્ડ સહિતનો મળશે રેકોર્ડ
સુરત મર્કન્ટાઈલ એસો.ના સાથે 30,000 વેપારીઓ સંકળાયેલા છે. અત્યારે SMAના 800થી 1000 એડમિન માર્કેટમાં એક્ટિવ છે. ઍપ્લિકેશન માટે જોડાવા માટેની નોંધણી સોમવારથી શરૂ કરાઈ છે. જેમાં પાનકાર્ડ, આધારકાર્ડ સહિત તેના વેપારનો ટ્રેક રેકોર્ડ જેવી માહિતીઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આ તમામ માહિતી સાચી છે તેની ચકાશની માર્કેટના એડમિન કરશે. એડમિનના એપ્રુવલ બાદ વેપારીની માહિતી એપ્લિકેશન પર જશે. તેમની માહિતીના આધારે વેપારીને રેટિંગ પણ મળશે. જેથી યુઝરને માહિતી મળી શકે.
