કામકાજી મહિલાઓ બીકમાં જીવે છે કે મા બનવા પર એમણે મોટું આર્થિક નુકસાન ભોગવવું પડશે. કેટલીક વખત મહિલાઓને પ્રેગ્નેન્સીમાં નોકરી છોડવી પણ પડે છે. ખેલાડીઓની વાત કરીએ તો કેટલાક કિસ્સાઓમાં તેઓ વર્ષ સુધી એ રમતથી દૂર રહે છે. એવામાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ (CA) એ પોતાની મહિલા ક્રિકેટર્સને 12 માસના વેતન સહીત માતૃત્વ અવકાશ આપવાની શરૂઆત કરી છે.
સિનિયર ક્રિકેટર જેસ દાફીન આ પોલીસીનો ફાયદો ઉઠાવનાર પહેલી ક્રિકેટર બની છે. એમને આ છુટ્ટીઓ દરમિયાન પૂરું વેતન અને આવતી ગરમીમાં નવો કોન્ટ્રાકટ મળશે. જેસ ઈચ્છે તો બાળકને જન્મ આપ્યા પહેલા સુધી એવી ભૂમિકા સ્વીકાર કરી શકે છે જેમાં તેમણે ક્રિકેટ ન રમવી પડે.
જો BCCIની વાત કરીએ તો સૌથી અમીર ક્રિકેટ બોર્ડ હોવા છતાં અહીં માતૃત્વ અવકાશને લઇ કોઈ પોલિસી નથી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન ડાયના એડુલ્ઝીએ જણાવ્યું કે ભારતમાં મહિલા ક્રિકેટર્સને પેરેન્ટલ લીવ મળતી નથી. ત્યાં જ ટીમ ઇન્ડિયા માટે 64 ઇન્ટરનેશનલ મેચ રમનારી રીમા મલ્હોત્રાની માને તો ભારતીય ક્રિકેટ બોર્ડ સામે કોઈ દિવસ આવો કેસ આવ્યો જ નથી, જ્યાં માતૃત્વ અવકાશ માગવમાં આવ્યું હોય.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.