વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હિમાચલ પ્રદેશના રોહતાંગમાં દુનિયાની સૌથી લાંબી અટલ ટનલનું ઉદ્ઘાટન કર્યું, પીએમ મોદીએ ટર્નલનું ઉદ્ઘાટન કરતા કહ્યું હતું કે આ ટનલ દેશના બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નવી તાકાત બનશે. પીએમ મોદીએ ઈશારામાં સંદેશ આપતા કહ્યું, બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઘણી પરિયોજન થઇ ચુકી છે. અને તેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. ભારતના સીમા વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થતા જોઈ ચીની મીડિયા ચિંતામાં મુકાઈ ગઈ છે. હંમેશાની જેમ ચીનની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સએ અટલ ટનલ માટે પોતાનો પ્રોપગેન્ડા છાપ્યો છે અને ભારતને ધમકી આપવાની કોશિશ કરી છે.
ભારતને અટલ ટનલ બનાવવાનો વધુ ફાયદો નહિ થાય

ગ્લોબલ ટાઈમ્સએ એક આર્ટિકલમાં છાપ્યું છે અને લખ્યું છે કે ભારતને અટલ ટનલ બનાવવાનો વધુ ફાયદો નથી થવાનો. ગ્લોબલ ટાઈમ્સએ લખ્યું કે ચુકિ વિસ્તાર પહાડી ક્ષેત્ર છે અને ધની આબાદી વાળો છે માટે એનું નિર્માણ માત્ર સૈન્ય પ્રવૃત્તિ માટે કરવામાં આવ્યું છે. ચીની સમાચાર પત્રએ લખ્યું, અટલ ટનલ ખુલવાથી ભારતીય સેનાને સીમા પર ઓછા સમય માટે તૈનાત કરી શકે છે અને એની સાથે જ સૈન્ય જરૂરિયાતો પણ આ ટનલ દ્વારા લાવવામાં આવી શકે છે. આ સત્ય છે કે આ ટનલ બનવાથી ભારતના બીજા ભાગોથી લેહ પહોંચવામાં ઓછો સમય લાગશે. સેનાની તૈનાતી અને રણનીતિક ચેનલના રૂપમાં એનું ઘણું મહત્વ છે.
ચીન પીપલ્સ આર્મીની પાસે ટનલને બેકાર કરવાની કેટલીય રીતો છે

ગ્લોબલ ટાઇમ્સે વધુમાં લખ્યું છે કે શાંતિપૂર્ણ સમયમાં તો આ ટનલમાંથી ભારતીય સેના અને પુરવઠામાં ખૂબ જ મદદ મળશે પરંતુ યુદ્ધના સમયે, ખાસ કરીને સૈન્ય સંઘર્ષમાં તેનો ફાયદો થવાનો નથી.” ચીન પીપલ્સ આર્મીની પાસે આ ટનલને બેકાર કરવાની કેટલીય રીતો છે. ભારત અને ચીન માટે એ શ્રેષ્ઠ રહેશે કે બંને એકબીજાની સાથે શાંતિપૂર્ણ રીતે રહે. અખબારે ભારતને સંયમ રાખવાની સલાહ આપી છે અને કહ્યું છે કે તેણે કોઈ પણ ઉશ્કેરણીજનક ગતિવિધિથી બચવું જોઈએ. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે કોઈ પણ ટનલ ભારતની લડાકુ ક્ષમતાને વધારી શકતી નથી. ભારત અને ચીનની લડાઇ ક્ષમતામાં ચોક્કસ પણે મોટો તફાવત છે, ખાસ કરીને ભારતની યુદ્ધ ક્ષમતા બિલકુલ પણ વ્યવસ્થિત નથી. ભારત ચીનની ક્ષમતાથી હજુ ઘણું દૂર છે.

ગ્લોબલ ટાઇમ્સે તેના લેખમાં લખ્યું છે કે ભારત ચીનની સાથે સરહદ પર રસ્તાઓ, પુલ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરી રહ્યું છે. ડારબુક-દોલત બેગ ઓલ્ડી (ડીએસડીબીઓ) રસ્તો 255 કિલોમીટર લાંબો છે જેનું ગયા વર્ષે બાંધકામ પૂરું થયો હતો. તેને બનાવવામાં ભારતને બે દાયકા લાગ્યા. આ રસ્તો લદાખ સુધી જાય છે. આ રસ્તાઓ ઉપરાંત ભારત સરકારે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ભારત-ચીન સરહદ પરના 73 મહત્વપૂર્ણ રસ્તાઓની ઓળખ કરી છે જેના પર શિયાળામાં પણ કામ થતું રહેશે.
રસ્તાઓનું ભવિષ્ય ત્રણ વ્યવહારિક પહેલુઓ પર નિર્ભર
ચીની અખબારએ લખ્યું છે કે, જંગ માટે તૈયાર આ રસ્તાનું ભવિષ્ય ત્રણ વ્યવહારિક પહેલુંઓ પર નિર્ભર કરે છે. પહેલી વાત કે ભારત સરકાર શું ઈચ્છે છે. મોદી સરકારને જોઈને લાગે છે કે તેઓ ભારત-ચીન સીમા પર સૈન્ય હાજરી મજબૂત કરવા ઈચ્છે છે. બીજી વાત- બજેટ. ભારત પોતાનું રક્ષા બજેટ વધારી રહ્યું છે. અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પહેલાની તુલનામાં વધુ ખર્ચ કરી રહ્યું છે. જેનો ઉદ્દેશ ચીનને રોકવું.ત્રીજી વસ્તુ- ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાના મામલામાં ભારત ચીન કરતા ઘણું પાછળ છે. વાસ્તવમાં 73 રસ્તાઓન નિર્માણની વાત 10 વર્ષ પહેલા કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી રસ્તાઓ બની નથી શક્યા.એનાથી સ્પષ્ટ છે જે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની ક્ષમતા સીમિત છે. એ ઉપરાંત, પહાડી વિસ્તારમાં રસ્તા બનાવવા ઘણા મુશ્કેલ છે. ભારતને એવી પરિયોજનાઓ પર કામ કરવાનો અનુભવ ઓછો છે.

આ પણ વાંચો : કોરોના ઈફેક્ટમાંથી બહાર આવી રહ્યું છે અર્થતંત્ર
ગ્લોબલ ટાઇમ્સે અંતે લખ્યું છે કે અત્યારે શાંતિનો સમય છે અને ભારતને એ અહેસાસ નથી થઇ રહ્યો કે યુદ્ધ થવા પર અટલ ટનલ કામ આવશે નહીં. આ ટનલ બનવાથી આખો દેશ ખુશ છે પરંતુ જ્યાં સુધી ભારતીય રાજનેતાઓની વાત છે તેઓ આનો ઉપયોગ માત્ર દેખાડો અને પોતાના રાજકીય લાભ માટે કરી રહ્યા છે. આ સ્પષ્ટપણે માત્ર રાજકીય પ્રોપેગેન્ડા છે. ટર્નલ જંગમાં કામ આવશે કે નહીં, ભારતીય રાજનેતાઓ માટે આ વિચારનો વિષય નથી પરંતુ તે પોતાના રાજનીતિ હિતોને સાધવા માટે તેને હથિયાર બનાવી રહ્યા છે.
આ પણ વાંચો : JEE – Advanced result : ચિરાગ-કનિષ્કા ટોપર, અમદાવાદનો હર્ષ શાહ ગુજરાતમાં પ્રથમ
