આખી દુનિયા જ્યારે નવા વર્ષની તૈયારીમાં હતી ત્યારે ચીનના લોકો એક અદભુત કુદરતી ઘટનાના સાક્ષી બની રહ્યા હતા. ચીનના ઉત્તરપૂર્વમાં આવેલા જિલિન પ્રાંતના ફુયુ શહેરમાં 31 ડિસેમ્બર 2019ના રોજ એક સાથે ત્રણ સૂરજ દેખાયા. તેને જોઇએ લોકોએ કહ્યું કે આ કોઇ ચમત્કારથી ઓછું નથી. પરંતુ આ એક વૈજ્ઞાનિક ઘટના છે જે એક ખાસ પરિસ્થિતિમાં થાય છે.
ત્રણ ઘણો વધુ પ્રકાશ હતો ફૂયુ શહેરમાં

31મી ડિસેમ્બર 2019ના રોજ સવારે લોકો નવા વર્ષના સ્વાગતની તૈયારીમાં લાગી ગયા હતા. જ્યારે લોકો ઘરથી બહાર નીકળ્યા તો તેમને આકાશમાં ત્રણ-ત્રણ સૂરજ દેખાઇ રહ્યા હતા. ત્યાર પછી રસ્તા પર લોકોની ભીડ લાગી ગઈ. લોકો ઘરમાંથી બહાર નીકળીને તેની ફોટો લઇ રહ્યા હતા.
કેવી રીતે દેખાય છે ત્રણ સુરજ ?

ચીનના ઉત્તરપૂર્વ સ્થિત જિલિન પ્રાંતના ફુયુ શહેરમાં જે ત્રણ સૂરજ એકસાથે દેખાઈ રહ્યા હતા તેમાંથી બે અડધા દેખાતા હતા. જ્યારે વચ્ચે આખો સૂરજ હતો. વચ્ચે વાળા સૂરજની ચારેય બાજુ બીજા બે અડધા સૂરજના કારણે ઊંધું ઇન્દ્રધનુષ બનતું દેખાઇ રહ્યું હતું.
20 મિનિટ સુધી દેખાયો હતો આ નજારો

મુખ્ય સૂરજની સાથે દેખાઇ રહેલા બીજા બે અડધા સૂર્ય અંદાજે 20 મિનિટ સુધી આકાશમાં રહ્યા પછી ગાયબ થઇ ગયા. તેની સાથે જ મુખ્ય સૂર્ય ઉપર બનેલ ઊંધું ઇન્દ્રધનુષ પણ ગાયબ થઇ ગયું. વૈજ્ઞાનિક ભાષામાં તેને સનડોગ કહેવાય છે.
શું હોય છે સનડોગ

સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સનડોગ બને છે જ્યારે સૂરજ આકાશમાં ખૂબ નીચેની તરફ દેખાય છે. જ્યારે આકાશમાં વધુ પડતા વાદળો હોય અથવા બરફના કણ તરી રહ્યા હોય. આ કણો દ્વારા જ્યારે સૂરજની રોશની ટકરાય છે તો તમને ત્રણ-ત્રણ સૂરજ દેખાય છે. સાથે જ ઉપર ઊંધું ઇન્દ્રધનુષ બને છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.