ભારતીય ટીમ, અંડર-19 એશિયા કપ ( Asian Cricket Council Under-19s Asia Cup) પર 7 મી વાર કબ્જો કરવામાં સફળ થઇ શનિવારના કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલ ફાઇનલમાં ઇન્ડિયા અંડર-19 ટીમએ બાંગ્લાદેશ અંડર-19 ટીમને પાંચ રનથી માત આપી.
ભારતની આ જીતનો હીરો 18 વર્ષીય અથર્વ અંકોલેકર રહ્યો. 107 રનના સરળ લક્ષ્યનો પીછો કરવા ઉત્તર બાંગ્લાદેશની ટિમ 33 ઓવરમાં 101 રન પર ઓલ આઉટ થઇ ગઈ. મુંબઈના લેફ્ટ આર્મ સ્પિનર અથર્વએ 8 ઓવરમાં 2 મેડન સાથે 28 રન (8-2-28-5) આપી 5 વિકેટ ચટકારી.
અથર્વ અંકોલેકરે પહેલા તો બાંગ્લાદેશના મધ્યક્રમને તોડ્યું ત્યારબાદ 33 મી ઓવરમાં 2 વિકેટ લઇ ભારતીય ટીમને જીત અપાવી. આની સાથે જ અથર્વ 8 ટીમોની આ પ્રતિયોગિતામાં 12 વિકેટ લઇ પહેલા સ્થાન પર રહ્યો. અથર્વ 26 સપ્ટેમ્બરના 19 વર્ષનો થઇ જશે.

અથર્વ જયારે 10 વર્ષનો હતો ત્યારે તેના પિતા વિનોદ અંકોલેકર મૃત્યુ પામ્યા હતા. તે મુંબઈની બસ સેવામાં કંડકટર હતા. અથર્વના પિતા ઇચ્છતા હતા કે તેમનો દીકરો ક્રિકેટર બને. માં વૈદેહીએ તેમના સપનાને વ્યર્થ ન જવા દીધું અને બંને દીકરાઓની પરવરીશ માટે પતિની જગ્યાએ બસ કંડકટરની નૌકરી કરવા લાગ્યા. માં ના સંઘર્ષના કારણે અથર્વે ન ફક્ત દેશને ચેમ્પિયન બનાવ્યું પરંતુ સાથે તેના પિતાનું સપનું પણ સાચું કરી બતાવ્યું.
ફાઇનલ મેચ હતી ત્યારે તેની માં એ રાજા લીધી હતી. ઘરે કેબલ ટીવી પર સ્પોર્ટ્સની ચેનલ ન હોવાને કારણે તેઓ સાસરે ચાલ્યા ગયા અને આખો દિવસ દીકરાની સફળતા માટે પ્રાર્થના કરી.

તેઓ કહે છે, ‘હું ગણપતિ બાપ્પાથી પ્રાર્થના કરતી હતી કે આજનો દિવસ મારા દીકરાનો હોય. જયારે 12 રન અને 2 વિકેટ બાકી હતી, તો મને આશા હતી કે અથર્વને બોલિંગ મળશે, તે એની જ રાહમાં હતો’.
અથર્વની માં કહે છે કે તેને ફોન પર કીધેલું કે શ્રીલંકા દૌરથી રોજના ખર્ચ માટે જે પૈસા મળ્યા હતા, એ પૈસાથી જ તે તેના નાના ભાઈ માટે બુટ લઇ આપશે.
