રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1364 કેસ નોંધાયા છે. જ્યારે 1,447 દર્દીઓએ કોરોનાને મહાત છે. છેલ્લા 24 કલાક 12 દર્દીનાં દુઃખદ મૃત્યુ થયા છે. જેની સાથે અત્યાર સુધી કુલ 3,259 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણનો કુલ આંક 1,17,709 એ પહોંચી ગયો છે.
- રાજ્યમાં આજે 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા
- રાજ્યમાં અત્યાર સુધીમાં 35,23,653 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
- ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16,294 છે.
- રાજ્યમાં રિકવરી રેટ 83.39%
- આજે અમદાવાદમાં 244, સુરતમાં 293 જામનગરમાં 123, વડોદરામાં 134 અને રાજકોટમાં 215 દર્દીઓ સારા થયા છે.
- રાજ્યમાં કુલ 98,156 દર્દીઓ સાજા થયા
આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર, સુરતમાં 281, અમદાવાદમાં 165, જામનગરમાં 126, રાજકોટમાં 143, વડોદરામાં 122, મહેસાણામાં 36, બનાસકાંઠામાં 34, કચ્છમાં 34, ભાવનગરમાં 33,પંચમહાલમાં 28, અમરેલી 27, મોરબીમાં 26, પાટણમાં 26, ભરૂચમાં 25, ગાંધીનગરમાં 41, જૂનાગઢમાં 38 તાપીમાં 16, ગીરસોમનાથણાં 15, ખેડામાં 14, સાબરકાંઠામાં 10, આણંદમાં 9, દાહોદમાં 9, બોટાદમાં 8, દેવભૂમિ દ્વારકામાં 8, નર્મદામાં 8, છોટાઉદેપુરમાં 7, વલસાડમાં 7, અરવલ્લીમાં 5, ડાંગમાં 5, નવસારીમાં 5, પોરબંદરમાં 3 કેસ નોંધાયા છે.
