આજે IPLમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે સાંજે 7:30 વાગ્યા દુબઈના ગ્રાઉન્ડમાં મેચ શરુ થશે. આજની મેચ બંને ટીમ માટે જરૂરી છે. આજની મેચમાં બંને ટીમના યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા નથી. જેમાં, સનરાઈઝર્સના પ્રિયમ ગર્ગ અને અબ્દુલ સમદ હોય કે પછી રાજસ્થાનના કાર્તિક ત્યાગી અને રિયાન પરાગ હોય તેઓ પોતાનું ધાર્યું પ્રદર્શન દેખાડવામાં અસફળ રહ્યા છે.

પોઇન્ટ ટેબલમાં સનરાઈઝર્સ સાતમા ક્રમે છે. ગત મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે મોટી જીત બાદ રાજસ્થાનની ટીમ એક સ્થાન આગળ છે અને તેના આઠ પોઈન્ટ છે. પ્લેઓફમાં રમવા હૈદરાબાદની ટીમને આગામી મેચ જીતવી મહત્વપૂર્ણ છે. ત્યારે, રાજસ્થાનની ટીમ માટે પણ જીત ખુબ મહત્વપૂર્ણ રહેશે. રાજસ્થાનની ટીમ સુપરકિંગ્સ સામેની મેચના જેવું જ પ્રદર્શન આ મેચમાં પણ બતાવે.
હવે IPL પોતાના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. જેથી દરેક ટીમે આગળ વધવા માટે ખુબ મહેનત કરવી પડશે. માટે હવે દરેક ટીમે માટે નાની ભૂલ પણ ભારે પડી શકે છે. રોયલ્સે બે મોટી હાર બાદ ફરી જીતની દિશામાં કમબેક કર્યું છે.