કહેવામાં આવે છે કે અખાત્રીજના દિવસે જે પણ દાન કરવામાં આવે છે, તેનું પુણ્ય ઘણું વધી જાય છે. અખાત્રીજને અક્ષય તૃતીયા તરીકે પણ અને સોના-ચાંદીનું દાન કરવું જોઈએ. આ દિવસને વણજોયું મૂર્હત કહેવામાં આવે છે. આ દિવેસ કોઈ પણ સારો પ્રસંગ પાર પાડવામાં આવે છે.
હિંદુ ધર્મમાં અખાત્રીજનું ઘણું મહત્વ છે. આ દિવસે સોનું ખરીદવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે સૌભાગ્ય અને સારા ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે જે પણ કામ કરવામાં આવે તેનું પરિણામ શુભ હોય છે. આ વર્ષે 7 મેના રોજ મંગળવારે અખાત્રીજ છે. વૈશાખ મહિનાના શુક્લ પની ત્રીજે અખાત્રીજ મનાવવામાં આવે છે. તો ચાલો તેના મૂર્હત, મહત્વ અને કથા અંગે માહિતી મેળવીએ…
અખાત્રીજનું શુભ મૂર્હતઃ
આ મૂર્હતમાં સોનાની ખરીદીને ઘણી શુભ માનવામાં આવે છે.
7 મે 2019- સવારે 6.26 થી રાતે 11.47 સુધી
પૂજન વિધી
આ દિવસે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. ઘણા લોકો દિવસે ઉપવાસ પણ કરે છે. સવારે ઉઠીને સ્નાન કર્યા પછી પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. વિષ્ણુ ભગવાનને ગંગજાળથી સ્નાન કરાવી તેમને પીળા ફૂલોની માળા ચઢાવવામાં આવે છે. તેની સાથે ગરીબોને ખાવાનું ખવડાવવામાં આવે છે અને તેમને પીળા ફૂલોની માળા પહેરાવવામાં આવે છે. ખેતી કરતા લોકો આ દિવસે ભગવાનને આમલી ધરાવે છે, જેનાથી આખુ વર્ષ તેમો પાક સારો થશે તેવું માનવામાં આવે છે.
શું છે અખાત્રીજનું મહત્વ ?
અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુની સેવા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે વિષ્ણુ ભગવાનના અવતાર ભગવાન પરશુરામનો ધરતી પર જનમ થયો હતો. આ સિવાય અખાત્રીજને લઈને એક એવી માન્યતા પણ છે કે આ દિવસે ગંગા નદી સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી હતી. આ સિવાય રસોઈ અને ભોજનની દેવી અન્નપૂર્ણાનો પણ જન્મદિવસ મનાવવામાં આવે છે. આ દિવસે લગ્નથી લઈને પૂજા સુધીના બધા શુભ કાર્યો કરવામાં આવે છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.