જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35A ને હટાવ્યા બાદ આજે રાજ્યમાં જુમ્માની નમાજ માટે આર્ટિકલ 144 ને થોડા સમય માટે ઢીલ આપવામાં આવશે. આવી પરિસ્થિતિમાં સુરક્ષાદળને મોટી પરીક્ષામાંથી પસાર થવું પડશે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ઉત્તરી કાશ્મીર પાંચ અને દક્ષિણ કાશ્મીરમાં બે પથ્થરબાજીની ઘટનાઓ નોંધાઈ છે. જ્યારે પાકિસ્તાન તરફથી વારંવાર સિઝફાયરનું ઉલ્લંઘન પણ થઇ રહ્યું છે. 13 જુલાઈથી અત્યાર સુધી પાકિસ્તાને સાત વખત સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.
LOC પર પાકિસ્તાન તરફથી ઘુસણખોરીનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર રાજ્યમાં એવા વિસ્તારોની માહિતી લેવામાં આવી છે, જ્યા કોઈ પણ પ્રકારની અપ્રિય સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. જેમાં શોપિયાં, અનંતનાગ, સોપોર, પુલવામા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહયું છે કે, રાજ્યના કેટલાક અંદરના વિસ્તારોમાં દુકાનો બપોર અને સાંજે ખુલી રહી છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.