આજે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ બપોરે 3:30એ રમાશે. આજની મેચમાં ધમાકેદાર બેટ્સમેન અને શાનદાર બોલરોની સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઈન્ડિયન્સનો હાથ ઉપર રહેશે. સનરાઇઝર્સની ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થવાથી તેમનું આજની મેચમાં રમવુ શંકાસ્પદ છે. ભુવનેશ્વર કુમાર ચેન્નઈ વિરુદ્ધ શુક્રવારે 19મી ઓવરના પ્રથમ બોલ ફેંક્યા બાદ સ્નાયુ ખેંચાવાથી બોલિંગ કરી શક્યા નહોતા.

મુંબઈની ટીમ
શારજાહના મેદાનની બાઉન્ડ્રી દુબઈ અને અબુધાબીની તુલનામાં નાની છે. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ચાર મેચોમાં 170 રન બનાવીને શાનદાર પ્રદર્શન છે. પરંતુ, ઓપનિંગ બેટ્સમેન ક્વિન્ટન ડિ કોક પોતાનું સારું પ્રદર્શન બતાવી શક્યા નથી. જયારે, સૂર્યકુમાર યાદવ પોતાની શરૂઆતને મોટી ઈનિંગમાં પરિવર્તિત કરવા ઈચ્છશે. તેમજ ઈશાન કિશન, હાર્દિક પંડ્યા અને કાયરન પોલાર્ડ મોટા શોટ રમવામાં સક્ષમ છે. ટીમના બોલરોએ કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ પાછલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમના અનુભવી ફાસ્ટ બોલરોને સ્પિનર રાહુલ ચાહર અને ક્રુણાલ પંડ્યાનો સારો સાથ મળ્યો છે.
આ પણ વાંચો : 50 લાખ જેટલાં ગરીબ-સામાન્ય વર્ગના લોકોને મળશે લાભ
હૈદરાબાદની ટીમ
સનરાઇઝર્સનો આત્મવિશ્વાસ CSKને સાત રનથી હરાવીને વધ્યો છે. તે મેચમાં યુવા ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેમજ કેપ્ટન ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો અને મનીષ પાંડે બેટિંગથી સારું પ્રદર્શન આપશે. આ ટીમમાં જો સીનિયર ખેલાડીઓ રન બનાવે તો અભિષેક શર્મા, પ્રિયમ ગર્ગ અને અબ્દુલ સમદ જેવા યુવા ખુલીને રમી શકશે.જો ભુવનેશ્વર કુમાર મેચ નહિ રમી શકે તો ટી નટરાજન અને ડાબા હાથના ફાસ્ટ બોલર ખલીલ અહમદ અને સ્ટાર સ્પિનર રાશિદ ખાન પર દબાવ વધશે. ભુવનેશ્વરના સ્થાને બાસિલ થમ્પી, સંદીપ શર્મા અને સિદ્ધાર્થ કૌલમાંથી કોઈને રમવાની તક મળી શકે છે.
