આજે રવિવાર ધમાકેદાર બનાવવા શરૂઆતથી સારૂ પ્રદર્શન કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ રમાશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. આ બંને ટીમ બેટિંગમાં ટોપ ક્રમે અને મધ્યક્રમ ખુબ મજબૂત. તે ઉપરાંત, બંને ટીમ પાસે સારા બોલર છે. જેમાં ફાસ્ટ બોલરની વાત કરવામાં આવે તો મુંબઈ ઈન્ડિયન્સનું પલડું ભારે છે.

મુંબઈની ટીમ પાસે દમદાર બોલરો
મુંબઈની ટીમના જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ ઘણા જુના અને અનુભવી બોલર છે. આ ઉપરાંત, શિખર ધવને દિલ્હીને સારી શરૂઆત અપાવવી પડશે. અગાઉની ઘણી મેચોમાં તે સારું પ્રદર્શન કરી શક્યો નથી. આજની મેચમાં તેના પર વધુ આશા રાખવામાં આવી છે. આજની મેચ પૃથ્વી શો અને રિષભ પંતની પ્રથમ કસોટી હશે. તેમણે બુમરાહ અને બોલ્ટની દમદાર બોલિંગનો સામનો કરવો પડશે.
દિલ્હી પણ સારા પ્રદર્શનમાં
દિલ્હીની ટીમના શિમરોન હેટમાયરે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, કેપ્ટન શ્રેયસ અય્યર પણ સારા ફોર્મમાં છે. મુંબઈની ટીમમાં હાર્દિક પંડ્યા અને કીરોન પોલાર્ડ જેવા ઓલરાઉન્ડર છે. તેમજ ક્રુણાલ પંડ્યા પણ મુંબઈ માટે મહત્વપૂર્ણ સાબિત થયો છે. દિલ્હી પાસે કગિસો રબાડા અને એનરિચ નોર્ત્જે જેવા ફાસ્ટ બોલર અને રવિચંદ્રન અશ્વિને જેવો પ્રભાવી સ્પિન બોલર છે.
આ પણ વાંચો : PM મોદીએ શરુ કરી ‘સ્વામિત્વ યોજના’, આટલા લોકોને મળશે લાભ
સામાન્ય રીતે અબુધાબીના મોટા મેદાન પર 170નો સ્કોરને સારો માનવામાં આવે છે. પરંતુ, આજની મેચમાં બંને ટીમની સારું પ્રદર્શન જોતા 200 રનના ટાર્ગેટને પણ સુરક્ષિત કહેવો યોગ્ય નથી.
