રાજ્યમાં કોરોનાના કેસમાં ભારે માત્રામાં વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસ 1 હજારને પાર નોંધાઇ રહ્યા છે. જેના કારણે કોરોનાનું વધતુ જતું સંક્રમણ ચિંતાનો વિષય બની રહ્યું છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1110 કેસ નોઁધાયા હતા.
આજે રાજ્યમાં 1110 કેસ નોંધાતા કુલ આંકડો 55,822 પર પહોંચ્યો છે. જયારે, આજે 753 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 40,365 દર્દીઓને રજા આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાથી સારો થવાનો રિકવરી રેટ 72.31 % છે.