આજે 8 તારીખ છે, મહિનો પણ 8 ઑગસ્ટ એટલે કે વર્ષનો આઠમો મહિનો છે અને એક બાજુ ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે આઠ વાગ્યે દેશની સામે હશે. કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી પહેલી વખત વડાપ્રધાન મોદી દેશની જનતાની સામે સંબોધન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી કાર્યાલયની તરફથી વડાપ્રધાનના સંબોધન અંગેની માહિતી આપવામાં આવી છે. હવે જ્યારે એક વખત ફરી વડાપ્રધાન દેશની સામે રાત્રે 8 વાગ્યે જ આવી રહ્યા છે, એવામાં સોશિયલ મીડિયા પર ફરીથી લોકોની પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઇ ગઇ છે અને લોકોને ફરીથી રાત્રે આઠ વાગ્યે યાદ આવી રહ્યા છે.
તો કેટલાંક લોકો ફરી 8 નવેમ્બર 2016ને યાદ કરી રહ્યા છે, કેમકે તે દિવસે રાત્રે આઠ કલાકે વડાપ્રધાને દેશના નામે સંબોધન કર્યું હતું. અને નોટબંધીની જાહેરાત કરી હતી અને 500-1000 નોટને માત્ર કાગળનો ટુકડો ગણાવી દીધો હતો અને દેશમાં દરેક લોકો પરેશાન થઇ ગાય હતા.

સોશિયલ મીડિયા પર લોકો લખી રહ્યા છે, ‘મિત્રો આજે રાત્રે ફરી 8 વાગશે કે પછી 12 ?, તો કેટલાંક લોકો આને દેશ માટે અને કાશ્મીરની જનતા માટે જરૂરી સંદેશ ગણાવી રહ્યા છે. આ સ્થિતિમાં કાશ્મીર માટે વડાપ્રધાન મોદી શું કહે છે તે જોવાનું રહ્યું છે.
આ પણ વાંચો : વેપાર પછી ટ્રેન હવે ફિલ્મ, લાચાર પાકિસ્તાન શું કરવા માંગે છે ?
જોકે જમ્મુ-કાશ્મીરની વાત કરવામાં આવે તો હજુ પણ ત્યાં કલમ 144 લાગુ છે. મોબાઇલ ફોન બંધ છે, ઇન્ટરનેટ પણ બંધ છે અને ટીવી-કેબલ પણ બંધ છે. જો કે લોકો રોજીંદી વસ્તુ લેવા માટે બજારમાં જઇ રહ્યા છે. સ્થિતિ પર નજર બનાવી રાખવા માટે એનએસએ અજીત ડોભાલ પણ હજુ કાશ્મીરમાં જ છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.